બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / 'Why Congress hates Indian traditions so much' Congress raised a question about sengol Amit Shah gave an answer

સેંગોલ વિવાદ / 'ભારતીય પરંપરાઓથી કોંગ્રેસને કેમ આટલી નફરત છે?' નવા સંસદ ભવનમાં સેંગોલ રાખવા પર કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો તો અમિત શાહે આપ્યો જવાબ

Megha

Last Updated: 03:55 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સંસદ ભવનમાં રાખવામાં આવનાર સેંગોલ એટલે કે રાજદંડને લઈને ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સેંગોલ પર સવાલો ઉઠાવ્યા હતા જેનો જવાબ અમિત શાહે આપ્યો છે.

  • નવા સંસદ ભવનમાં રાખવામાં આવનાર સેંગોલને લઈને ચર્ચા શરૂ
  • સેંગોલ વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે
  • અમિત શાહે ખુદ જયરામ રમેશને ટ્વીટ કરીને આ વિશે જવાબ આપ્યો

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને છેલ્લા ઘણા દિવસોથી હંગામો ચાલી રહ્યો છે. તો વાત એમ છે કે ઉદ્ઘાટન પહેલા તમામ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પાસે તેનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી છે અને એ સાથે જ બૉયકોટનું પણ એલન કર્યું હતું. એવામાં હવે આ વિવાદ વચ્ચે હવે વધુ એક વિવાદ શરૂ થયો છે. આ વખતે નવા સંસદ ભવનમાં રાખવામાં આવનાર સેંગોલ એટલે કે રાજદંડને લઈને ચર્ચા શરૂ થઈ છે. 

જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે દેશને કહ્યું હતું કે 1947માં જવાહરલાલ નેહરુને સ્વતંત્રતાના પ્રતીક તરીકે સોંપવામાં આવેલ સેંગોલને નવી સંસદમાં રાખવામાં આવશે અને આ અંગે ઘણો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો પણ હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સેંગોલ પર સવાલો ઉઠાવતા કહ્યું કે સેંગોલ વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. હવે અમિત શાહે ખુદ જયરામ રમેશને ટ્વીટ કરીને આ વિશે જવાબ આપ્યો છે.

ઈતિહાસને ખોટો કહી રહી છે કોંગ્રેસ - શાહ
સેંગોલને નવી સંસદમાં રાખવાની વાત સમયે સેંગોલને પર પ્રશ્ન ઉઠાવનાર જયરામ રમેશને ગૃહમંત્રી અમિત શાહ તરફથી બે ટ્વિટ કરીને જવાબ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જવાબ આપતા એમને કહ્યું કે કોંગ્રેસ ઈતિહાસ ખોટો કરી રહી છે.' એમને લખ્યું કે, 'હવે કોંગ્રેસે વધુ એક શરમજનક અપમાન કર્યું છે. પવિત્ર શૈવ મઠ તિરુવદુથુરાઈ અધીનમને પોતે ભારતની આઝાદી સમયે સેંગોલના મહત્વ વિશે જણાવ્યું હતું. કોંગ્રેસ અધીનમના ઇતિહાસને ખોટો કહી રહી છે.કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે.'

અમિત શાહે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે "કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? તમિલનાડુના એક પવિત્ર શૈવ મઠ દ્વારા પંડિત નેહરુને ભારતની આઝાદીના પ્રતીક તરીકે એક પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો પણ તેને મ્યુઝિયમમાં મોકલવામાં આવી હતી."

જયરામ રમેશે શું દાવો કર્યો?
નવા સંસદમાં લાગવા જઈ રહેલા રાજદંડ સેંગોલને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે એ વાતના કોઈ નક્કર પુરાવા નથી કે તેને સત્તા હસ્તાંતરણ તરીકે સોંપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, "માઉન્ટબેટન, રાજાજી અને નેહરુ સાથે સંબંધિત કોઈ દસ્તાવેજ નથી કે તે સાબિત કરે કે આ રાજદંડનો ઉપયોગ બ્રિટિશરોથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે કરવામાં આવ્યો હતો, તેનાથી સંબંધિત તમામ દાવાઓ નકલી અને કેટલાક લોકોના મગજની ઉપજ છે."  જયરામ રમેશે કહ્યું કે આ બધું વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મળેલું જ્ઞાન છે, જેને ભાજપ ફેલાવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ