બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Who will save Rajkot from gun culture? Why has the craze of deploying Rauf increased in the city and why has the fear of the police decreased?

મહામંથન / રાજકોટને ગન કલ્ચરથી કોણ બચાવશે.! શહેરમાં રૌફ જમાવવાનો ક્રેઝ કેમ વધ્યો અને પોલીસનો ડર ઘટ્યો કેમ?

Vishal Khamar

Last Updated: 09:38 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત રાજકોટમાં દિવસેને દિવસે ગન કલ્ચરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો માત્ર શોખ દેખાદેખીમાં ગન લગાવીને ફરતા જોવા મળે છે. પરંતું ક્યારેક માત્ર બોલાચાલીમાં જ ગનથી ફાયરીંગ કરવાનાં અનેક કિસ્સાઓ પોલીસ દફતરે નોંધાયેલા છે.

રાજકોટ શહેર સાથે રંગીલુ શબ્દ આપોઆપ જોડાઈ જાય તે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જાય તે ચોક્કસ ચિંતાનો વિષય બને. રાજકોટમાં છેલ્લા થોડા સમયથી ગન કલ્ચરનો પ્રભાવ વધ્યો છે.તાજેતરના બનાવમાં પૂર્વ કોર્પોરેટરના દીકરા સામે ફાયરિંગનો ગુનો નોંધાયો છે. છેલ્લા થોડા જ મહિનામાં વારંવાર રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ થયું હોય અને જાણે કાયદાનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવ્યા. જો કોઈ જગ્યાએ ગન કલ્ચર વધે અને બંદૂકની અણી એ જ કાયદો બની જાય તો પરિસ્થિતિ કેટલી ઘાતક થાય તેની કલ્પના જ કરવી રહી. સવાલ એ છે કે ગન કલ્ચરથી રાજકોટની શાંતિ અને તેનો ખુશમિજાજ ન બગડે તેની જવાબદારી કોની?

  • રાજકોટમાં ગન કલ્ચરનો પ્રભાવ વધ્યો
  • શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી
  • ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં ફાયરિંગ થયું

રાજકોટમાં ગન કલ્ચરનો પ્રભાવ વધ્યો છે. શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે.  ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં ફાયરિંગ થયું. ફાયરિંગ કરનાર પૂર્વ કોર્પોરેટરનો દીકરો કરણ સોરઠિયા હતો. કરણ સોરઠિયા શૌચાલયના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. આવા સમયે એક વ્યક્તિ સમજાવટ માટે આવ્યો હતો. સમજાવટ કરવા આવેલા વ્યક્તિ પર અદાવતમાં ફાયરિંગ કરાયું હતું. હાલ સમગ્ર મુદ્દે સામસામે ફરિયાદ નોંધાઈ છે. 

  • રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક સમૃદ્ધિ વધી
  • જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા
  • આર્થિક સમૃદ્ધિ વધી એટલે રૂપિયાનું જોર વધ્યું

રાજકોટમાં ગન કલ્ચર કેમ વધ્યું?
રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક સમૃદ્ધિ વધી છે. જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે.  આર્થિક સમૃદ્ધિ વધી એટલે રૂપિયાનું જોર વધ્યું છે.  કેટલાક લોકો માત્ર રુઆબ બતાવવા ગન રાખતા થયા છે.  રાજકોટ ખૂબ ઝડપથી શહેરીકરણમાં આગળ વધ્યું છે. 

રાજકોટમાં બંદૂકરાજ કયારે અટકશે?

15 એપ્રિલ 2023

  • ઉપલેટામાં જાહેરમાં ફાયરિંગ

4 ફેબ્રુઆરી 2023

  • જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

24 જુલાઈ 2022

  • બે લોકોએ એક વ્યક્તિ ઉપર જાહેરમાં ફાયરિંગ કર્યું
  • વિરાણી અઘાટ પાસે બન્યો બનાવ

22 જુલાઈ 2022

  • પતિની લાયસન્સવાળી ગનથી પત્નીએ ફાયરિંગ કર્યુ

6 એપ્રિલ 2022

  • માધાપર ચોકડી પાસે જાહેરમાં ફાયરિંગ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ