ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / who should not consume coconut water side effects
Last Updated: 09:01 PM, 6 March 2024
ADVERTISEMENT
નારિયેળ પાણી આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, વિટામીન ઈ, આયર્ન, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જેથી આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે. ત્વચા અને વાળ માટે નારિયેળ પાણી લાભકારી માનવામાં આવે છે. નિયમિતરૂપે નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરની અનેક પરેશાની દૂર થાય છે. ઈમ્યૂનિટી મજબૂત થાય છે અને પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. જો તમને આ હેલ્થ પ્રોબ્લેમ હોય તો નારિયેળ પાણીનું સેવન કરવાથી તમને વધુ નુકસાન થઈ શકે છે. કોણે નારિયેળ પાણીનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કોણે નારિયેળ પાણી ના પીવું જોઈએ?
કિડનીની બિમારી
જે લોકોને કિડનીની બિમારી હોય તેમણે નારિયેળ પાણીનું સેવન ના કરવું જોઈએ. નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેથી કિડની ફિલ્ટર કરી શકતી નથી. જેના કારણે તે કિડનીમાં જમા થવા લાગે છે અને કિડનીની બિમારી થવાનું જોખમ રહે છે.
ADVERTISEMENT
હાઈ બ્લડ શુગર
ડાયાબિટીસના દર્દીઓએ સીમિત માત્રામાં નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ વધુ હોય છે. નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે. જે પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમને ડાયાાબિટીસ હોય તો ડોકચરની સલાહ અનુસાર જ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
એલર્જી
નારિયેળ પાણીને કારણે એલર્જી થઈ શકે છે, જેથી ત્વચા પર ખંજવાળ, બળતરા અને લાલાશની તકલીફ થઈ શકે છે. કેટલાક લોકોને નારિયેળ પાણી પીધા પછી શરીરમાં સોજો અથવા શ્વાસ લેવાની સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
હાઈ બ્લડપ્રેશર
જે લોકો હાઈ બીપીની દવાનું સેવન કરતા હોય તેમણે નારિયેળ પાણીનું સેવન ના કરવું જોઈએ. નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે. બીપીની દવાની સાથે નારિયેળ પાણી પીવાથી પોટેશિયમની માત્રા વધી શકે છે. જેના કારણે ગંભીર સમસ્યા થઈ શકે છે. બ્લડપ્રેશરની સમસ્યા હોય તો નારિયેળ પાણીનું સેવન ના કરવું.
શર્દી ખાંસી
શર્દી અને ખાંસી થાય તો નારિયેળ પાણીનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જે શરીરને ઠંડક પ્રદાન કરે છે. નારિયેળ પાણીનું વધુ સેવન કરવાથી શર્દી અને ખાંસીની સમસ્યા વધી શકે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ