બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / who is wagner group chief yevgeny prigozhin rebilion against russia defence minister vladimir putin chef

વાગી જશે પુતિનની 'પિપુડી' / જેલથી છૂટીને હોટ ડોગ વેચવાનું શરુ કર્યું તેમાં પુતિન સાથે થઈ દોસ્તી, કોણ છે રશિયા સામે પડેલો પ્રિગોઝિન

Hiralal

Last Updated: 02:44 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં રશિયા વતી યુદ્ધ લડી રહેલા પ્રાઈવેટ આર્મી વેગનેર ગ્રુપે હવે ખુદ રશિયા સામે બળવાનું બ્યૂગલ ફૂંકી દેતા પ્રેસિડન્ટ પુતિન ડર્યાં છે.

  • યુક્રેનમાં યુદ્ધ લડી રહેલું રશિયા આફતમાં આવ્યું
  • પ્રાઈવેટ આર્મી વેગનેર ગ્રુપે પોકાર્યો બળવો
  • યુક્રેનથી રશિયાના મોટા શહેર તરફ કરી આગેકૂચ
  • ડર્યાં દુનિયાના પાવરફૂલ પ્રેસિડન્ટ પુતિન 

યુક્રેન યુદ્ધમાં રશિયાને સાથ આપી રહેલા પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપે રશિયા સામે ખુલ્લેઆમ બળવો પોકારી દેતા પ્રેસિડન્ટ પુતિન સંકટમાં મૂકાયા છે. વેગનર ગ્રુપ 50,000થી વધુ સૈનિકોવાળી રશિયાની પ્રાઈવેટ આર્મી છે જેના વડા છે યેવજેની પ્રિગોઝીન. આ યેવજેની પ્રિગોઝીન રશિયન સરકાર અને મિલિટરી સામે જંગનું એલાન કરી દીધું છે અને તેમનો દાવો છે કે તેમણે યુક્રેનની સરહદ છોડીને રશિયાના મોટા શહેર અને મિલિટરી પ્લેસ રોસ્તોવનો કબજો કરી લીધો છે. પ્રિગોઝીને એવી પણ ધમકી આપી છે કે જે કોઈ પણ અમારા માર્ગમાં આવશે તે તેને માટે જવાબદાર રહેશે. 

કોણ છે યેવજેની પ્રિગોઝીન
યેવજેની પ્રિગોઝીનનો જન્મ 1961માં રશિયાના લેનિનગ્રાડમાં થયો હતો. લેનિનગ્રાડ આજે સેન્ટ પીટર્સબર્ગ તરીકે ઓળખાય છે. 1981માં યેવજેનીને હુમલો, લૂંટ અને છેતરપિંડીના ગુનામાં દોષિત સાબિત થયા બાદ 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે સોવિયત સંઘના પતન બાદ યેવજેનીને 9 વર્ષની સજા બાદ જ મુક્ત કરવામાં આવ્યો હતો.

જેલમાંથી બહાર આવીને પોતાનો ધંધો શરુ, કર્યો તેમાં પુતિન સાથે થઈ દોસ્તી 
જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રિગોઝીને એક હોટ ડોગ વેચવાનું કામ શરુ કર્યું અને ત્યાર બાદ એક રેસ્ટોરન્ટ ખોલી હતી. થોડા વખતમાં તેની આ રેસ્ટોરન્ટ ખૂબ લોકપ્રિય બની હતી અને પછી તો ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતે વિદેશી મહેમાનોને આ રેસ્ટોરાંમાં જમવા લઈ જવા લાગ્યા. આ રીતે યેવજેની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નજીક આવી ગયા હતા. પુતિન સાથેની નિકટતાનો લાભ લઈને પ્રિગોઝીને કેટરિંગનો ધંધો શરૂ કર્યો હતો અને રશિયન લશ્કર અને શાળાના બાળકોને ખવડાવવા માટે સરકારી કોન્ટ્રાક્ટ લીધા હતા. આ કારણે યેવજેનીની ઓળખ પુતિનના રસોઈયા તરીકે થઈ હતી. યેવજેની પ્રિગોઝીને કેટરિંગના વ્યવસાયથી ઘણા પૈસા કમાવ્યા.

રશિયન લશ્કરના સપોર્ટથી વેગનર આર્મી બનાવી
પ્રિગોઝીને રશિયન લશ્કરના સપોર્ટથી એક પ્રાઈવેટ આર્મી બનાવી હતી જેનું નામ વાગેનર ગ્રુપ રાખવામાં આવ્યું હતું. આ પ્રાઈવેટ આર્મીમાં રિટાયર્ડ લશ્કરી અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ વાગનેર ગ્રુપમાં ગુનેગારોને પણ સામેલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. વાગેનર ગ્રુપને રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનનો પણ ટેકો મળ્યો હતો. આરોપ છે કે વાગનેર ગ્રુપે સીરિયા, લિબિયા, માલી અને મધ્ય આફ્રિકાના દેશોમાં પણ ક્રૂર મિશન ચલાવ્યા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે માત્ર  વાગનેર ગ્રુપના લડવૈયાઓને જ ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવ્યા હતા. વાગેનેર ગ્રુપના વધતા પ્રભાવને કારણે રશિયાની ટોચની નેતાગીરીમાં પ્રિગોઝીનનો પ્રભાવ પણ વધ્યો છે અને પ્રિગોઝીનને પુતિનના આગામી અનુગામી તરીકે પણ જોવામાં આવતા હતા. પ્રિગોઝીને રશિયાના સંરક્ષણ મંત્રાલય વિરુદ્ધ વારંવાર જાહેરમાં નિવેદનો આપ્યા છે. હવે બળવાનું બ્યુગલ ફૂંકીને પ્રિગોઝીને પુતિનની સાથે સાથે પોતાની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે.

બધી સારાસારી હતી તો પછી પ્રિગોઝીનને વાંકું શું પડ્યું? 
ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ માંડ્યું ત્યારે સૌથી પહેલા આ જ વેગનર ગ્રુપને ઉતારાયું હતું ત્યારથી માંડીને અત્યાર સુધી તે રશિયન આર્મી સાથે મળીને લડતું હતું. પરંતુ તાજેતરમાં યુક્રેનના બખમુતમાં વેગનર કેમ્પમાં મિસાઈલ એટેક થયા હતા, હવે વેગનર ચીફ પ્રિગોઝીનનું કહેવું છે આ હુમલા રશિયન સેના અને ક્રેમિલને કરાવ્યાં છે બસ આટલી વાતે પ્રિગોઝીનનો પિત્તો છટક્યો અને તેણે રશિયા સામે ખુલ્લા બળવાનું એલાન કરી દીધું. 

શું છે વેગનર ગ્રુપ
વેગનર રશિયાની પ્રાઈવેટ આર્મી છે અને તેમાં 50,000થી વધુ સૈનિકો સામેલ છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દુનિયાભરમાં રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. તેની સ્થાપના દિમિત્રી ઉત્કિને કરી હતી.  દિમિત્રી રશિયાની ગુપ્તચર એજન્સીમાં કામ કરતા હતા. દિમિત્રી એડોલ્ફ હિટલરથી ખૂબ પ્રભાવિત હતા. હિટલર મ્યુઝિક કમ્પોઝર રિચર્ડ વેગનરનો ચાહક હતો એટલે આ ગ્રૂપનું નામ પણ વાગનેરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 2022માં આ ગ્રુપને કંપની તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું છે. તેનું વડું મથક સેન્ટ પીટર્સબર્ગમાં આવેલું છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર 80 ટકાથી વધુ લોકો ગુનેગાર રહ્યા છે. જેમાં પૂર્વ સૈનિકો પણ સામેલ છે. વાગનેર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે. તેમનું કહેવું છે કે આ સંગઠનમાં દેશની સેવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનો અંદાજ છે કે યુક્રેનમાં હાલમાં લગભગ 50,000 વેગનર્સ કામ કરી રહ્યા છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ ગ્રુપમાં સીરિયા, અફઘાનિસ્તાન ફાઇટર્સ જેવા અન્ય દેશોના લોકો પણ જોડાઇ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ