બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Who are these Gujarati brothers? Who is India's youngest businessman

સ્ટાર્ટઅપ / આ બે ગુજરાતીઓ ભાઈઓ છે ભારતના મોટા યુવા ઉદ્યોગપતિ, 85000 કરોડની છે કંપની

Intern

Last Updated: 04:45 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના આ બે ગુજરાતી ભાઈઓ ભાવિન તુરખીયા અને દીવ્યાંક તુરખીયા 18 વર્ષની ઉમરે કંપની શરૂ કરનારા આ ભાઈઓ ભારતના ૯4માં ધનવાન છે.

  • ભાવિન અને દીવ્યાંક ભારતના સૌથી મોટા યુવા ઉદ્યોગસાહસિક છે.
  • માયાનગરી મુંબઈમાં ઉછરેલા આ બંને ભાઈઓ એ વિશ્વભરમાં હરણફાળ ભરી છે
  • કોઈ પણ પ્રકારની ડીગ્રી નથી પરંતુ ધંધાકીય આવડત ખૂબ જ છે  
     

ટેકનોલોજીની દુનિયા આ બંને ભાઈઓ એ નાની ઉમરે એવી છલાંગ મારી કે 18 વર્ષની ઉમરે ૮૫૦૦૦ કરોડના ટર્ન ઓવર કરતી કંપનીના માલિક બની ગયા હતાં. ઈંટરનેટ અને ટેક બીઝનેસમાં આ બંને ભાઈઓ થોડાક જ વર્ષોમાં એવી પ્રગતિ કરી કે હાલ બંને ભાઈઓની કુલ સંપત્તિ ૧.૪ બિલિયન ડોલર કરતા વધારે છે. આ બંને ભાઈઓ એ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ પોતાની કંપનીની શરૂઆત કરી દીધી હતી. ભાવિન અને દીવ્યાંકને ટેકનોલોજી અને ઈંટરનેટ ક્ષેત્રમાં બાળપણથી જ એટલો રસ હતો કે 12 વર્ષની ઉમરે જ બંને ભાઈઓ સોફ્ટવેરનું કોડીંગ કરતા હતા. જ્યારે ઈંટરનેટક્ષેત્ર વિષે કોઈને જાણ પણ ના હતી તે સમયે બંને ભાઈઓ એ પિતા પાસેથી ૨૫૦૦૦ રૂપિયા પરત કરવાની શરતે ઉછીના લઈને પોતાની કંપનીની શરૂઆત કરી દીધી. 

Photo Courtsey : Inc42

ત્યારબાદ દીવ્યાંક અને ભાવિને પાછું વળીને નથી જોયું અને ત્યારબાદ ૧૮ વર્ષની જ ઉમરે ૧૯૯૮માં પોતાની પ્રથમ કંપની Directiની શરૂઆત કરી જે બાદ ૨૦૧૬માં તેમની બીજી કંપની મીડિયા નેટ ચાઈનાની કંપની મેતીનોને ૯૦૦ મિલિયન ડોલરમાં વહેચી જે અત્યાર સુધીના ટેક બિઝનેસમાં થયેલા મોટા સોદાઓમાં નો એક છે. ભાવિન અને દીવ્યાંકે ૨૧ વર્ષની જ ઉમરે જ પોતાની બીજી કંપનીની શરૂઆત કરી જે કંપની નીચે અન્ય કેટલીક ફર્મ ચાલે છે. Directi જે ઓનલાઈન એડવર્ડટાઝીંગ અને ટ્રાન્સઝેકશન કંપની છે. જેમાં Ringo, Flock, Zeta, Radix, Media Net, Skenzo અને Codechef જેવી જાણીતી કંપનીનો સમાવેશ થાય છે. Directi ૯ મીલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે. જે કંપનીની ૩૦૦ મિલિયનથી વધારે છે.

Photo Courstey : Dailyhunt

ભાવિન અને દીવ્યાંકની સફળતા પાછળ પુસ્તકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે બાળપણથી જ તેમને સફળ વ્યક્તિઓની આત્મકથાઓ વાંચી અને સમજીને પોતાના જીવનમાં અમલ કરી જેમના કારણે આજે ભાવિન અને દીવ્યાંકે સફળતા મેળવી છે. આજે બંને ભાઈઓ એ ટેક બીઝ્નેસમાં હરણફાળ ભરી છે. જોકે બંને ભાઈઓનો ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં સમાવેશ થાય છે. જેમાં તે ૯૪મું સ્થાન ધરાવે છે. 

ભાવિન તુરખીયા - સ્થાપક: Directi & Media Net
દીવ્યાંક તુરખીયા - સહસ્થાપક: Directi & Media Net

ભાવિનના અંગત જીવનની વાત કરીએ તો તે એક સારો વાચંક, લેખક અને સારો વક્તા છે. તેમણે ટેકનોલોજી અને કમ્કેયુનીકેશન પર કેટલાક નોધપાત્ર પુસ્તકો લખ્યા છે તેમજ વક્તવ્યો આપ્યા છે. અપાર સંપતિ હોવા છતાં એક સરળ જીવનશૈલી ધરાવે છે.

Photo Courtesy : TechCircle

દીવ્યાંકના અંગત જીવનની વાત કરીએ તો તે એક ખુબ સારો એવો પાઈલોટ છે. તેમને દુનિયાભરમાં ફરવાનો અને એડવેન્ચર્સ લાઈફ જીવવનો શોખ છે જ્યારે દીવ્યાંકનો પ્રથમ પ્રેમ કમ્પ્યુટર છે. દીવ્યાંકે સ્ક્યુબા ડાઈવીંગ કરીને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.  

Photo Courtesy : The Week 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhavin Tukharia Business Story Divyank Tukharia StartUp Sucess Story business દીવ્યાંક તુખારીયા બીઝનેસ ભાવિન તુખારીયા StartUp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ