બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Where is seasonal rain forecast in Gujarat? Four army men were martyred, I am left alone and said that I committed suicide.

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં કયારથી કમોસમી વરસાદની આગાહી? સેનાના 4 જવાનો વ્હોરી શહીદી, હું એકલો પડી ગયો છું કહી આપઘાત

Vishal Khamar

Last Updated: 11:30 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની આગાહીને લઈ ડીસા એપીએમસી દ્વારા વેપારીઓ તેમજ ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને રાખવા કહ્યું છે. તો બીજી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

Cold flashes increased in Gujarat, degrees will decrease after 4 days

રાજ્યમાં ધીમીધારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. મહત્વનું છે કે, 4 દિવસ બાદ 4  ડિગ્રી સુધી તાપમાન ઘટશે. આ સાથે અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ટફ ભુજમાં 19.2, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ડીસામાં 21, વડોદરામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ અને સુરતમાં 24, રાજકોટમાં 24.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે,  રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.  

Information released for farmers and market yard traders after 5 days of Mavthana raid

આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે. 

Water is released from Kadana Dam into Sujlam-Suflam Canal

દિવાળીના તહેવારો બાદ હવે રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે. જેથી હવે શિયાળુ સિઝનમાં પંથકના ખેડૂતોને પિયત માટે પાણીની કોઈ તકલીફ નહીં રહે. સિંચાઇ વિભાગના આ મોટા નિર્ણયથી 7 જિલ્લાઓના ખેડૂતોને મોટો લાભ થશે. 

Tourists visited famous tourist places of Gujarat in ten days of Diwali.

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

In Ahmedabad, 35 rupees onions are available cheap and good

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી અત્યારે લોકોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ત્યારે અમદાવાદમાં નાફેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોંઘવારીના મારથી બચવા માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે ડુંગળીના વધતા જતા ભાવો વચ્ચે સરકાર હવે સસ્તા ભાવમાં ડુંગળીનું વેચાણ કરી રહી છે.. જે નિણર્યને લોકો આવકારી રહ્યા છે. 

રાજ્યમાં વધુ એકવાર પીઝા રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વિગતો મુજબ અગાઉ પણ અમદાવાદ અને અનેક શહેરોમાં પીઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ તરફ વધુ એક પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. જેથી ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી. 

Now the passport applicants will not have to be pushed by the police station

 દિવાળી બાદ હવે પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.

Rajouri Encounter: 2 army personnael shaheed while fighting with the terrorists in Jammu Kashmir

જમ્મૂ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની ફાયરિંગ દરમિયાન સેનાનાં 4 જવાનો બુધવારે શહીદ થયાં છે.  પોલીસે જણાવ્યું કે ધર્મસાલનાં બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી અને તપાસ દરમિયાન આતંકવાદીઓ સાથે મુઠભેડ શરૂ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે મુઠભેડમાં એક અધિકારી, એક સૈનિકનો જીવ ગયો જ્યારે એક અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયાં છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Union Minister of State for Electronics and Technology Rajeev Chandrasekhar has said that the central government is...

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ડીપફેક અને ખોટી માહિતીનો સામનો કરવા માટે નવો કાયદો લાવવાનું વિચારી રહી છે. કેન્દ્રીય મંત્રીએ ગુરુવાર અને શુક્રવારે સોશિયલ મીડિયા કંપનીઓના અધિકારીઓ સાથે બે અલગ-અલગ બેઠક પણ બોલાવી છે. ગુરુવારે મળનારી બેઠકમાં ફોટો-વીડિયોમાં છેડછાડ અંગે ચર્ચા કરવામાં આવશે, જ્યારે શુક્રવારની બેઠકમાં આઈટી નિયમોના પાલન અંગે ચર્ચા કરવામાં આવશે. એક અહેવાલ મુજબ ચંદ્રશેખરે કહ્યું કે ઈન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સશક્તિકરણ કરી રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ નુકસાન પહોંચાડવા, સમાજમાં તણાવ પેદા કરવા, અરાજકતા ફેલાવવા અને હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ડીપફેક્સ એ ભારતીય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે ખૂબ જ તાત્કાલિક, સ્પષ્ટ અને વર્તમાન ખતરો છે. તે ડીપફેકના દુરુપયોગથી સંબંધિત તાજેતરના કેસોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

Israel-Hamas Deal; Four-day ceasefire in Gaza, release of 50 hostages on what terms Israel-Hamas deal

ઇઝરાયેલ સરકારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થી કરારને મંજૂરી આપી દીધી છે, જેના પછી ગાઝામાં યુદ્ધ થોડા સમય માટે બંધ થઈ જશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનેલા કેટલાક લોકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાયેલ અસ્થાયી રૂપે યુદ્ધ બંધ કરશે. જો કે, આ ડીલ વિશે હજુ બધું સ્પષ્ટ નથી. પહેલા આ ડીલ વિશે જાણીએ જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ ઇઝરાયેલ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે - કેબિનેટે એક કરારને મંજૂરી આપી છે જેના હેઠળ ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. તેના બદલામાં ચાર દિવસીય યુદ્ધવિરામ થશે. નિવેદનમાં ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જોકે આ સમજૂતીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું માનવામાં આવે છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે આ સોદાને ઇઝરાયેલી કેબિનેટ દ્વારા ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.

ipl 2024 auction 10 players on target of all franchise big name

ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ હરાજી ડિસેમ્બરમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે. 

Tanuj Virwani Tanya Jacob engagement photos with caption

નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં. તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પણ પોતાની મંગેતર સાથેનાં સગાઈનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાં છે. લોન્ગ ટાઈમથી ડેટ કરી રહેલા આ કપલે હવે ઓફિશિયલી સગાઈ કરી લીધી છે.

aged man committed suicide in Bharuch after the video went viral

ભરૂચમાં આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં મોદીપાર્ક નજીક આવેલ દેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય આધેડે એકલવાયા જીવનથી કંટાળી જઈ આયખું ટૂંકાવી લેતા અરેરાટી મચી ગઈ છે. આધેડે અંતિમ પગલું ભરી લીધા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ