બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Where did it rain in Gujarat in the last 24 hours? Jagdish Thakor accused of dealing, what are Pakistan's chances of getting semi?

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જગદીશ ઠાકોર પર સોદાબાજીના આરોપ, પાકિસ્તાનનો સેમી આવવાનો ચાન્સ કેટલો?

Vishal Khamar

Last Updated: 11:50 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મીઓની બદલી કરતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લીનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરતા કોંગ્રેસમાં સોંપો પડી જવા પામ્યો.

ગુરૂવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ગીર સોમનાથ, ડાંગ, તેમજ જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. એકાએક વરસાદી માહોલ છવાતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. 

Weather Today: Chances of heavy rain today in these states of the country, know the weather condition

ગુરૂવારે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે. એવામાં ચાલો જાણીએ કે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે.

bihar reservation bill tabled in assembly today know all about proposal

બિહારની નીતિશ સરકારે ગુરૂવારે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારતું બીલ રજૂ કર્યું હતું જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 65 ટકા અનામત મળવાની જોગવાઈ છે. હાલ બિહારમાં આ વર્ગોને 50 ટકા અનામત મળે છે. જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સીએમ નીતિશ કુમારે રાજ્યમાં 65 ટકા અનામતની જાહેરાત કરી હતી. હાલ બિહારમાં અનામતની મર્યાદા 50 ટકા છે. ઇડબલ્યુએસને અલગથી 10 ટકા રિઝર્વેશન મળતું હતું. પરંતુ, જો નીતિશ સરકારનો પ્રસ્તાવ પાસ થઇ જાય તો અનામતની 50 ટકા મર્યાદા તૂટી જશે. બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય ઈડબલ્યુએસનું 10 ટકા અનામત અલગ રહેશે.

Firecracker sellers without license or permission beware! Action against 12 businessmen in Rajkot


દિવાળીને તહેવારોને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. આ તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસમાં 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેંચતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ફાયર વિભાગ દવા તમામ સામે ફરિયાદ કરવામાં આવી છે. 

'Raghu Sharma and Jagdish Thakore made a deal in the ticket'. Stirred by the allegations of former Congress MLA


રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે.  રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે  ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો છે.  

અમદાવાદ શહેરમાં છેલ્લા 7 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓની શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલીક દ્વારા અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 1124 પોલીસ કર્મીંઓની બદલી કરવામાં આવી છે. ત્યારે હજુ આગામી સમયમાં બીજા તબક્કામાં હજુ વધુ પોલીસ કર્મીઓની બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે એકાએક મોડી સાંજે પોલીસ કમિશ્નર દ્વારા બદલીનો ઓર્ડર કરતા મોટા ભાગનાં પોલીસ કર્મીઓનાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયું છે.  મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ છે.  આ શતામૃત 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે. આ અંગે શતામૃત સ્વામી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે  હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન કર્યું છે. તેમજ 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

Gujarat HC rejects arwind Kejriwal review petiton over PM Modi Degree Issue

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીનાં મામલામાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. ન્યાયાલયે ગુરુવારે કેજરીવાલની એ અરજીને ફગાવી દીધી છે જેમાં PM નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે જાણકારી પ્રદાન કરવા માટે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા ગુજરાત વિશ્વવિદ્યાલયને આપવામાં આવેલ આદેશને રદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.

Big update on execution of 8 Indians in Qatar, know what Ministry of External Affairs said

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કતારમાં 8 ભારતીયોની મૃત્યુદંડની સજા અંગે પ્રેસ બ્રીફિંગમાં અપડેટ આપી છે. તેમણે કહ્યું કે અમે પહેલા કહ્યું હતું કે કતારની કોર્ટે 26 ઓક્ટોબરે 8 ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય ગોપનીય છે અને ફક્ત કાનૂની ટીમ સાથે શેર કરવામાં આવ્યો છે. તેઓ હવે વધુ કાયદાકીય પગલાં લઈ રહ્યા છે. એક અપીલ પહેલેથી જ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલે કતારના અધિકારીઓ સાથે પણ જોડાયેલા રહીશું.

શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવ્યું છે. શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ છે. પહેલા નંબરે ભારત (16), બીજા નંબરે સાઉથ આફ્રિકા (12) ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (10) પોઈન્ટ છે. મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 23.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી ડેવોન કોનવેએ 45, ડેરેલ મિચેલે 43 અને રચિન રવિન્દ્રએ 42 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસે 2 વિકેટ લીધી હતી.

pakistan semi final scenario in world cup 2023 after new zealand beat sri lanka afghanistan team world cup semi final...

શ્રીલંકા જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાનની સેમી ફાઈનલની રાહ અઘરી કરી મૂકી છે. શ્રીલંકા જીત સાથે ન્યુઝીલેન્ડના પોઈન્ટ વધીને 10 થયા છે જ્યારે પાકિસ્તાનના 8 છે અને હવે જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં આવવું હશે તો તેણે 287 જેટલા મોટા રનથી હરાવવું પડશે. સેમીફાઈનલ માટે ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ નક્કી થઈ ચૂકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે ચોથી ટીમ માટે પોતાનો દાવો ખૂબ જ મજબૂત બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ચોથી એવી ટીમ બનવા જઈ રહી છે, જે પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતનો સામનો કરશે. એટલે કે પાકિસ્તાનની ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે ગુરુવારે (9 નવેમ્બર) બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે મેચ રમી હતી, જે તેણે 23.2 ઓવરમાં 5 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે કિવી ટીમના 10 પોઇન્ટ થઇ ગયા છે અને તેનો નેટ રનરેટ પણ વધ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ