બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / when women entered the kabaddi field wearing saris in chhattisgarhi olympics

ધોબી પછાડ / VIDEO: સાડીમાં જ કબડ્ડી...કબડ્ડી... દેશી ઓલિમ્પિક્સમાં મહિલાઓનો જોશ તો જુઓ, વીડિયો જબરો વાયરલ

Premal

Last Updated: 02:51 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ કબડ્ડી રમી રહી હોય તેવો વીડિયો ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે.

  • મહિલાઓએ આક્રમક રીતે કબડ્ડી રમી
  • ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો વીડિયો
  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો

છત્તીસગઢમાં મહિલાઓએ શાનદાર રીતે કબડ્ડી રમી

છત્તીસગઢમાં ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે છત્તીસગઢિયા ઓલિમ્પિકનુ ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે જાતે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ રમતમાં કબડ્ડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. જેમાં મહિલાઓ શાનદાર રીતે કબડ્ડી રમી રહી છે. 

વીડિયો થયો વાયરલ 

અવનીશ શરણે વીડિયો શેર કરીને લખ્યું, આપણે કોઈનાથી ઓછા શક્તિશાળી છીએ શું… છત્તીસગઢીયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે શેર પણ કર્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમી રહી છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો મહિલાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. વિચારવા જેવી વાત એ છે કે કબડ્ડી જેવી રમત રમતી સમયે પણ મહિલાઓએ પોતાના માથે સાડીનો એક છેડો ઓઢીને રાખ્યો હતો. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ