બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / When will my daughter get justice ?: Mother's question to 'Prerna'

ન્યાયની રાહ / મારી દીકરીને ન્યાય ક્યારે મળશે?: છેલ્લી AUDIO જાહેર કરીને 'પ્રેરણા'ની માતાનો સરકારને સવાલ

ParthB

Last Updated: 03:18 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેરણાની માતાએ OASIS સંસ્થામાં જ કંઈ અજુગતું બન્યુ હોવાનો માતાનો આક્ષેપ કર્યા હતાં.

  • નવસારીની પ્રેરણાને હજી ન્યાય નહીં
  • 6 મહિના બાદ પણ ન્યાય નહીં
  • પ્રેરણા ની માતાએ વેદના વ્યક્ત કરી  
  • ગત 4 નવેમ્બર 2021ના રોજ 

નવસારીની પ્રેરણા ને હજી ન્યાય નહીં'

ગત 4 નવેમ્બર 2021ના રોજ એટલે કે, આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે વાતને આજે 6 મહિના થઈ ચુક્યા છે. પરંતુ હજી સુધી  યુવતીના મોત મામલે તેનાં પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. એવામાં મૃતક યુવતીના ફોનમાંથી એક કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે, જેમાં તે નોકરી માટે એક સંસ્થા સાથે વાત કરી રહી છે. આ રેકોર્ડિંગ બાદ મૃતકનાં માતાએ સવાલ ઉઠાવ્યો છે કે જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રિના સમયે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

પ્રેરણાની માતાએ પોતાની વેદના વ્યક્ત કરી 

પ્રેરણાની માતા પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારી દીકરીને 6 મહિના પહેલા મૃત્યુ થયું હતું. તેમ છતાં હજી સુધી ન્યાય નથી મળ્યો. મારી દીકરીને ન્યાય ક્યારે મળશે. પ્રેરણાની માતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પ્રેરણા સંસ્થાની કોઈ વાત જાણી જતા તેને મારીને લટકાવી દીધી હતી. OASIS સંસ્થામાં જ કંઈ અજુગતું બન્યુ હતું. મહત્વનું છે કે, પ્રેરણાનો મોબાઈલ માતા પાસે આવ્યા બાદ કોલ રેકોર્ડિંગ જાહેર કરી વ્યથા ઠાલવી હતી. પ્રેરણાની માતાએ જણાવ્યું હતું કે, પ્રેરણાએ સુરતના કોલ સેન્ટરમાં નોકરી મેળવવા ફોન કર્યો હતો અને નોકરી માટે 5 નવેમ્બરે ઇન્ટરવ્યૂ આપવા જવાની હતી. તે દરમિયાન તેની હત્યા થઈ હતી. આ ઘટના બાદ SIT તેમજ અધિકારીઓ તપાસમાં જોડાયા હોવા છતાં આરોપી પકડાયા નથી 

હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે જલદીથી ન્યાય મળશે

મહત્વનું છે કે, વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં કેસ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પીડિતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી હતી. જેના પગલે હર્ષ સંઘવીએ પીડિતાના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે.  

ન્યાય માટે SITને કેસ સોંપાયો પણ તે કશુ ઉકાળી ન શકી

ઉલ્લેખનીય છે કે,  વડોદરા પ્રેરણા કેસમાં રેલવે પોલીસ સાથે અમદાવાદ અને વડોદરાના ક્રાઈમ બ્રાંચ સાથે SITની રચના કરી આ કેસ સોંપવામાં આવ્યો હતો. પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની હતી, એમાં હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો પ્રશ્ન એ છે કે પ્રેરણા ન્યાય મળશે કે નહીં મળે?' પ્રેરણા કેસને આજે છ મહિના થઈ ગયા  પોલીસ આરોપીઓને પકડવાનું તો દૂર, ઓળખી પણ નથી શકી.
 
ઘટના શું હતી ? 

પીડિતા 29 ઓક્ટોબર 2021ના રોજ OASIS  સંસ્થામાં અભ્યાસ કરી પરત રૂમ પર જઇ રહી હતી. આ દરમિયાન સાંજના સમયે તેની સાઇકલને ટક્કર મારી રિક્ષાચાલક સહિત બે વ્યક્તિ બળજબરીથી તેને રિક્ષામાં બેસાડી વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીઓમાં ખેંચી ગયા હતા. ત્યાં બે શખસે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન એક બસચાલક આ મેદાનમાં બસ પાર્ક કરવા માટે આવ્યો હતો. તેણે પીડિતાને કપડાં ફાટેલી હાલતમાં જોઇ હતી. તેમજ ત્યાંથી બે યુવકને રિક્ષામાં ભાગી જતા જોયા હતા. જો કે, તેણે બે યુવકના ચહેરા જોયા ન હતા. ડ્રાઇવર પીડિતાની મદદે આવ્યો અને તેને મુખ્ય રોડ પર લઇ આવ્યો હતો. જ્યાં પીડિતાએ તેની સહેલીને ફોન કરીને બોલાવી હતી અને તેની સાથે જતી રહી હતી. 31 ઓક્ટોબર પછી યુવતી નવસારી અને 3 નવમ્બરે સુરત તથા ત્યાંથી વલસાડ ગઇ હતી, જ્યાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચ D-12માં તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

Vtv ના  સળગતા સવાલો 

- પ્રેરણાને ક્યારે મળશે ન્યાય?
- કાયદાના લાંબા હાથ કેમ પડી રહ્યા છે ટૂંકા?
- ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આશ્વાસનનું શું?
- પોલીસ કેમ નથી લેતી તપાસમાં રસ?
- SITની ટીમ ક્યારે પૂર્ણ કરશે તપાસ?
- ક્યારે કરવામાં આવશે આરોપીની ધરપકડ?
- ઓઆસીસ સંસ્થા સામે પણ શંકાની સોય?
- ઓઆસીસ સંસ્થાના કર્તાહર્તાની છે સંડોવણી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ