બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / When the water filled the road, the younger sister started walking on her back, got a lot of appreciation on social media

વાયરલ / VIDEO : રસ્તા પર ભરાયું પાણી તો ભાઈ બહેનને પીઠ પર બેસાડીને લઈ ગયો, નિર્દોષ પ્રેમનો વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 09:16 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ભાઈ અને બહેનના એક અદ્દભુત પ્રેમનો વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયા પર દેખાયો ભાઈ-બહેનનો પ્રેમ
  • એક ભાઈ નાની બહેનને પીઠ પાછળ બેસાડીને લઈ ગયો
  • બહેનના પગ ન પલળે એટલે ભાઈએ કર્યું પ્રસંશનીય કામ 

ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને કોઈ ઓળખ-પુરાવાની જરુર નથી. સંકટની ઘડીમાં ભાઈ જાનના જોખમે પણ બહેનને બચાવતો હોય છે તેના અસંખ્ય દાખલા જોવા મળતા હોય છે. 

નાનકડી બહેનના પગ ન પલળે એટલે બેસાડી દીધી પીઠ પાછળ 
સોશિયલ મીડિયા પર નાનકડા ભાઈ અને બહેનના પ્રેમનો એક અદ્દભુત વીડિયો વાયરલ થયો છે જેને જોઈને જરુરથી ખુશ થઈ જવાય છે. ભાઈ અને બહેન સાથે સાથે સ્કૂલે જઈને ઘેર પાછા ફરે છે પરંતુ રસ્તામાં ભારે વરસાદને કારણે ખૂબ પાણી ભરાયા હતા. આથી ભાઈએ વિચાર્યું નાની બહેનની ચિંતા થઈ અને તેને ચાલવા ન દેતા પીઠ પાછળ બેસાડી દીધી અને આ રીતે તેને પાણી બહાર લઈ ગયો હતો. આ ઘટનામાં ભાઈએ પ્રેમવશ આવું કર્યું હતું. નાનકડી બહેન પણ ભાઈની પીઠ પાછળ બેસીને નચિંત બની ગઈ હતી. તેમના આ પ્રેમનો વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો અને લોકોએ તેને ખૂબ વખાણ્યો હતો. 

લોકોને ખૂબ પસંદ આવ્યો વીડિયો, એક દિવસમાં 10 લાખથી વધુ વ્યૂ 
વીડિયો એટલો પસંદ કરવામાં આવ્યો કે એક દિવસ પૂરો થાય તે પહેલા જ વ્યૂઝ 10 લાખને પાર કરી ગયા. આ વીડિયોને 12 મિલિયનથી વધુ વ્યૂઝ અને 45,000થી વધુ લાઇક્સ મળી ચૂકી છે. 

નક્કી છોકરો જેન્ટલમેન બનવાનો- યૂઝરે લખ્યું 
એક યૂઝરે કહ્યું- જો આ વ્યક્તિમાં આવું એટિટ્યૂડ હશે તો તે જેન્ટલમેન તરીકે મોટો થશે. બીજાએ લખ્યું- પોતાની બહેનની રક્ષા કરવી તેના માટે મહત્વપૂર્ણ બનાવે છે, તે ક્યારેય હાર નહીં માને. આ સિવાય એક યુઝરે ખૂબ જ મજેદાર કોમેન્ટ લખી હતી કે- જો મોટો ભાઈ પહેલાથી જ પોતાની નાની બહેન માટે આટલો પ્રોટેક્ટિવ છે તો હું તેના ભાવિ પ્રેમી માટે દિલગીર છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ