ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppનું Zaps ફીચર મચાવશે ધમાલ! ફોટો અને વીડિયો જોયા બાદ આપોઆપ થઈ જશે ગાયબ

photo-story

7 ફોટો ગેલેરી

WhatsApp Zaps Feature / WhatsAppનું Zaps ફીચર મચાવશે ધમાલ! ફોટો અને વીડિયો જોયા બાદ આપોઆપ થઈ જશે ગાયબ

Last Updated: 01:55 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsApp યુઝર્સ માટે ટૂંક સમયમાં એક નવું ફીચર આવી શકે છે, જે ફોટો અને વીડિયો શેર કરવાની રીત બદલી નાખશે. Instagramની જેમ હવે WhatsApp પર પણ એકવાર જોઈ શકાય એવા ફોટો અને વીડિયો મોકલી શકાશે.

1/7

photoStories-logo

1. WhatsAppમાં આવી રહ્યું છે Instagram જેવું નવું ફીચર!

WhatsApp સતત પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. હવે કંપની એક એવું ફીચર લાવવાની તૈયારીમાં છે, જે ખાસ કરીને પ્રાઇવેટ ફોટો અને વીડિયો શેર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફીચરનું નામ Zaps હોવાનું કહેવાય છે. તેની મદદથી મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો સામેની વ્યક્તિ એક જ વાર જોઈ શકશે. એકવાર જોયા બાદ આ કન્ટેન્ટ આપોઆપ ગાયબ થઈ જશે. આ ફીચર Instagramના Instants ફીચર જેવું હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. WhatsAppમાં આવી રહ્યું છે Zaps ફીચર

WhatsAppમાં આવનારા Zaps ફીચરથી ફોટો અને વીડિયો શેર કરવાનો અનુભવ બદલાઈ શકે છે. અત્યાર સુધી WhatsApp પર ફોટો અને વીડિયો મોકલવા માટે યુઝર્સે સામાન્ય રીતે ચેટમાં જઈને કેમેરા અથવા ગેલેરીનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ નવા ફીચરમાં આ પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.Zapsની ખાસિયત એ હશે કે તેના દ્વારા મોકલવામાં આવેલો ફોટો કે વીડિયો સામેની વ્યક્તિ માત્ર એક જ વાર જોઈ શકશે. એકવાર કન્ટેન્ટ જોઈ લીધા પછી તેને ફરીથી ખોલી શકાશે નહીં. એટલે કે, જો કોઈ વ્યક્તિ પોતાના મિત્ર કે પરિવારના સભ્યને કોઈ ખાસ ક્ષણનો ફોટો અથવા નાનો વીડિયો મોકલવા માગે છે અને તે કન્ટેન્ટ લાંબા સમય સુધી ચેટમાં રહે એવું નથી ઇચ્છતી, તો આ ફીચર ઉપયોગી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કેવી રીતે કામ કરશે WhatsAppનું Zaps ફીચર?

આ નવા ફીચર માટે WhatsAppમાં અલગ ઇન્સ્ટન્ટ કેમેરાનો વિકલ્પ મળી શકે છે. તેના માટે ચેટ ટેબમાં વીજળીના નિશાન જેવું એક નવું આઇકન આપવામાં આવી શકે છે. યુઝર્સ આ આઇકન પર ટેપ કરીને સીધો કેમેરા ખોલી શકશે.કેમેરા ખૂલ્યા બાદ યુઝર્સ તરત જ ફોટો ક્લિક કરી શકશે અથવા નાનો વીડિયો રેકોર્ડ કરી શકશે. ત્યારબાદ તેને પોતાના કોન્ટેક્ટ્સને મોકલી શકશે. આ રીતે ફોટો કે વીડિયો મોકલવા માટે વારંવાર ગેલેરીમાં જવાની જરૂર નહીં પડે.આ ફીચરમાં સૌથી ખાસ વાત એ છે કે રિસીવ કરનાર વ્યક્તિ કન્ટેન્ટ માત્ર એક જ વાર જોઈ શકશે. ત્યારબાદ તે ફોટો કે વીડિયો ફરીથી જોઈ શકશે નહીં. જોકે, મોકલનાર વ્યક્તિ પોતાની તરફથી મોકલેલા Zapsને ચેટમાં જોઈ શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચેટ ઉપરાંત ગ્રુપમાં પણ મોકલી શકાશે Zaps

Zaps ફીચર માત્ર બે વ્યક્તિ વચ્ચેની પર્સનલ ચેટ પૂરતું મર્યાદિત નહીં રહે. આ ફીચરની મદદથી ગ્રુપમાં પણ ફોટો અને વીડિયો મોકલી શકાશે. આ ઉપરાંત ચેનલમાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેવી શક્યતા છે.એટલે કે, આ ફીચરનો ઉપયોગ કરવા માટે દરેક વખતે સામેની વ્યક્તિ સાથે સીધો કોન્ટેક્ટ હોવો જરૂરી નહીં રહે. ગ્રુપ અને ચેનલમાં પણ આ રીતે કન્ટેન્ટ શેર કરવાની સુવિધા મળી શકે છે.જો કોઈ યુઝર એકસાથે ઘણા ફોટો કે વીડિયો મોકલશે, તો WhatsApp તેને અલગ-અલગ મેસેજ તરીકે બતાવવાને બદલે એક જ ગ્રુપમાં ગોઠવી શકે છે. તેનાથી ચેટમાં વારંવાર મેસેજ આવવાની સમસ્યા ઓછી થશે અને મોકલવામાં આવેલા કન્ટેન્ટને જોવાનું પણ સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઇમોજી અને ટેક્સ્ટથી આપી શકાશે જવાબ

Zaps દ્વારા મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો જોયા બાદ સામેની વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા પણ આપી શકશે. તેના માટે ઇમોજી અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા જવાબ આપવાનો વિકલ્પ મળી શકે છે.ઉદાહરણ તરીકે, કોઈ મિત્રએ તમને કોઈ ખાસ ક્ષણનો ફોટો મોકલ્યો હોય તો તમે તેના પર ઇમોજીથી પ્રતિક્રિયા આપી શકશો અથવા મેસેજ લખીને જવાબ આપી શકશો. આમ, ફોટો અને વીડિયો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે, પરંતુ તેના પર વાતચીત ચાલુ રાખી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફોટો અને વીડિયો રહેશે પ્રાઇવેટ

WhatsAppના આ નવા ફીચરમાં પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવી શકે છે. Zapsમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળવાની વાત છે. આ ટેક્નોલોજીથી મોકલવામાં આવેલી માહિતી માત્ર મોકલનાર અને મેળવનાર વ્યક્તિ જ જોઈ શકે છે.જોકે, આ ફીચરની તમામ વિગતો સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. ખાસ કરીને યુઝર્સ કેટલા સમયનો વીડિયો મોકલી શકશે અને કન્ટેન્ટ શેર કરવાની અન્ય કઈ સુવિધાઓ મળશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ક્યારે લોન્ચ થશે WhatsAppનું નવું ફીચર?

હાલ Zaps ફીચર ડેવલપમેન્ટના તબક્કામાં છે. Androidના WhatsApp બીટા વર્ઝન 2.26.46.2માં આ ફીચર સંબંધિત સંકેતો જોવા મળ્યા છે. જોકે, હજુ સુધી તેને બીટા યુઝર્સ માટે પણ જાહેર કરવામાં આવ્યું નથી.આથી સામાન્ય યુઝર્સને આ ફીચર ક્યારથી મળશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી. કંપની તરફથી પણ તેના લોન્ચ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ તેને યુઝર્સ માટે રજૂ કરવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati WhatsApp New Update WhatsApp Zaps Feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ