ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / whatsapp-latest-update-on-android-helps-users-hide-photos-videos-received-in-chats

NULL / Whatsapp લાવ્યું નવું ફીચર હવે ચેટમાં ફોટોઝ અને વીડિયોઝને કરી શકશો Hide

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સઅપ હવે એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ ચેટમાં રહેલા ફોટોઝ અને વીડિયોઝને હાઇડ કરી શકશે. જો તમે વ્હોટ્સઅપમાં ઓટો ડાઉનલોડ ઇનેબલ કર્યું છે તો ચેટમાં આવેલા દરેક ફોટઝ અને વીડિયોઝ ગેલેરીમાં સેવ થઇ જાય છે. આ ઉપરાંત લોકો ક્લાઉડ બેકઅપમાં પણ પોતાની મીડિયા ફાઇલ્સનું બેકઅપ લઇને ફરે છે પરંતુ આ બધું છતાં લોકોને ડિવાઇસમાં ફોટોઝ અથવા વીડિયોઝ રાખવા પસંદ હોતા નથી. એનું એક કારણ એ પણ છે કે એનાથી ફોન સ્ટોરેજનો વપરાશ પણ થાય છે.  કેટલાક યૂઝર્સ એવા પણ હોય છે જે એને ચેટમાં રાખવાનું પસંદ કરે છે પરંતુ કોઇ જોઇ જાય એવું ઇચ્છે નહીં. એવામાં આ આવાનરું ફીચર તમને ચેટમાં જ મીડિયા ફાઇલ્સ હાઇડ કરવાનો વિકલ્પ આપશે.



આ ફીચરને WaBetaInfo દ્વારા સ્પોટ કરવામાં આવ્યું છે. આ ફીચરના ફાઇનલ રિલીઝ સુધી પહોંચાડવાનો 50 50 ચાન્સ છે. હજુ એવું કહેવું મુશ્કેલ છે કે આ ફીચર વ્હોટ્સઅપમાં આવશે કે નહીં. રિપોર્ટ અનુસાર વ્હોટ્સઅપે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ હેઠળ એક નવી અપડેટ સબમિટ કરી છે. આ અપડેટમાં ચેમાં ફોટોઝ અને વીડિયોઝને હાઇડ કરવાનો વિકલ્પ મળશે. હજુ એ સ્પષ્ટ નથી કે આ ફીચર હેઠળ મીડિયા ફાઇલ્સ હાઇડ જ થાય છે કે પછી એને ગેલેરીમાં સેવ થતા પણ રોકે છે. આ ફીચર વ્હોટ્સઅપ સેટિંગ્સના ડેટા અને સ્ટોરેજ ટેબમાં મળવાની આશંકા છે. એનું નામ 'મીડિયા વિઝિબિલિટી' રાખવામાં આવ્યું છે.



WaBetaInfo એ ટ્વિટર પર જણાવ્યું કે વ્હોટ્સઅપ યૂઝર્સને એ કોન્ટેક્ટ્સથી પણ મેસેજ આવી રહ્યા છે જેમને યૂઝર્સે બ્લોક કર્યા છે. રિપોર્ટ અનુસાર વ્હોટ્સઅપમાં બગ આવી ગયું છે. આ બગ હેઠળ વ્હોટ્સઅપમાં યૂઝર્સ એ લોકોને પણ મેસેજ મોકલી રહ્યા છે જેમને પણ બ્લોક કરેલા છે. આ બગ બ્લોક્ડ યૂઝરને મેસેજ મોકલવામાં રોકી શકતું નથી. આ સાથે યૂઝરપૉ કોઇ રોક વગર સ્ટેટસ પણ વાંચી રહ્યા છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ