બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / વ્હોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરનારા આનંદો, આવી ગયું તગડું ફીચર, સ્પેશિયલ બની જશે ચેટ
Last Updated: 10:04 AM, 5 August 2024
WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યૂઝ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે WhatsAppમાં ગ્રુપ ચેટ ઈવેન્ટ્સ ફિચરની એન્ટ્રી થવાની છે. હવે કંપની આ ફિચરને બધા iOS યુઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે. આ ફિચર પહેલા ફક્ત કમ્યુનિટી ચેટ્સ માટે જ આવતું હતું. નવા ફિચરને WhatsApp ફોર iOS 24.15.79માં જોવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ગ્રુપમાં ઈવેન્ટને કરી શકો છો ક્રિએટ અને ઓર્ગનાઈઝ
ADVERTISEMENT
WhatsAppનું આ નવું ફિચર યુઝર્સને રેગ્યુલર ગ્રુપ ચેટ્સમાં ઈવેન્ટ ક્રિએટ કરવાની સુવિધા આપે છે. તેમાં યુઝર્સના નામ, ડિસ્ક્રિપ્શન, ડેટ, ઓપ્શન લોકેશન એન્ડ કરવાની સાથે વોઈસ કે વીડિયો કોલની વચ્ચે કોઈ એકને પસંદ કરવાનું ઓપ્શન મળે છે.

ADVERTISEMENT
તેનો ઉપયોગ કરીને યુઝર્સ ગ્રુપમાં ઈવેન્ટને ક્રિએટ અને ઓર્ગેનાઈઝ કરી શકે છે. ઈન્વાઈટ એક્સેપ્ટ કર્યા બાદ ઈવેન્ટ શરૂ થતા જ ગ્રુપના બધા મેમ્બર્સને નોટિફિકેશન મળી જશે. ખાસ વાત એ છે કે ગ્રુપ માટે ઓર્ગેનાઈઝ થતું ઈવેન્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે.
📝 WhatsApp for iOS 24.15.79: what's new?
— WABetaInfo (@WABetaInfo) August 4, 2024
WhatsApp is widely rolling out a group chat events feature to everyone!https://t.co/Xuh8Tjpu21 pic.twitter.com/5iuZmEVlwI
ADVERTISEMENT
વધુ વાંચો: શ્રાવણ મહિનામાં 5 સોમવાર: આ 7 નિયમોથી શ્રાવણિયો સોમવાર ફળશે

ADVERTISEMENT
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડએ કન્ફર્મ કરે છે કે ઈવેન્ટ અને તેમાં થયેલી વાતચીતને ફક્ત પાર્ટિસિપેન્ટ્સ જ એક્સેસ કરી શકે છે. આ યુઝર્સની પ્રાઈવસીને મેઈનટેઈન રાખવા માટે એક જરૂરી ફિચર છે. કંપની આ ફિચરને ધીરે ધીરે બધા iOS ડિવાઈઝ માટે રોલઆઉટ કરી રહી છે. એવામાં આ આવનાર અમુક દિવસોમાં દરેક યુઝર સુધી પહોંચી જશે. તમે આ ફિચરને એપ સ્ટોર પર હાજર લેટેસ્ટ અપડેટમાં ચેક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.