બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સ્પોર્ટસ / What will happen if Ahmedabad's thunderous batting, IPL final is washed away by rain

IPL 2023 / અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, IPLની ફાઇનલ ધોવાઈ તો શું થશે? આ 5 પોઈન્ટમાં સમજો નિયમો

Kishor

Last Updated: 07:56 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને કારણે IPL 2023 ના ફાઇનલ નહીં યોજાય તો ક્રિકેટનાં નિયમ મુજબ રિઝર્વ ડે ની જોગવાઈને લઈને આવતીકાલે 29મેના રોજ ક્રિકેટ રમાશે.

  • ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો
  • અમદાવાદમાં IPL 2023 ના ફાઇનલ અગાઉ જ વરસાદનું વિઘ્ન
  • ક્રિકેટનાં નિયમ મુજબ રિઝર્વ ડે ની જોગવાઈ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં IPL 2023 ના ફાઇનલ અગાઉ જ વરસાદે વિઘ્ન નાખતા હવે અમદાવાદમાં જો આજની મેચ વરસાદને કારણે નહીં યોજાય તો ક્રિકેટનાં નિયમ મુજબ રિઝર્વ ડે ની જોગવાઈને લઈને 29 મેના રોજ ક્રિકેટ રમાશે.IPL ની મેચને લઇ મહત્વની અપડેટ સામે આવી રહી છે. જેમાં વરસાદને લીધે મેચ હાલ રોકાઈ છે. જો 9:40 સુધીમાં વરસાદ રોકાયો તો પુરી 20 ઓવરની ફાઇનલ મેચ રમાડવામાં આવશે. અને જો 11:56 સુધીમાં વરસાદ રોકાયો તો 5-5 ઓવરની ફાઇનલ મેચ રમાશે. તે જ રીતે વરસાદ નહિ રોકાય તો રિઝર્વ ડે ને લઈને આવતીકાલે એટલે કે 29 મે ના રોજ ફાઇનલ મેચ રમાશે.

ક્રિકેટ મેચ યોજાશે કે કેમ?

આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાનો પાંચમી વખત જીતનો તાજ હાંસલ કરશે કે ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનશે. તે આજે બળાબળના પરખા થયા બાદ મેચમાં નક્કી થશે. પરંતુ આ મેચ અગાઉ હવામાનનો મોટો સંકટ તોળાઈ રહ્યો છે. એક બાજુ અમદાવાદના વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ત્રાટકી રહ્યો છે ત્યારે ચાહકોના મનમાં પણ એક જ સવાલ છે કે ક્રિકેટ મેચ યોજાશે કે કેમ?

વરસાદ વેરી બનતા જો આજની ફાઇનલ મેચ રમાવવામાં તકલીફ પડે તો રિઝર્વ ડેની જોગવાઈ છે જે મુજબ અનામત દિવસ એટલે કે સોમવાર 29 મીના રોજ રાત્રે 8:00 વાગ્યાથી આ ફાઈનલનો મુકાબલો શરૂ થઈ શકે છે. વરસાદને લઈને ટોસ મોડો થશે. ત્યારે જો મેચમાં એક બોલ ફેકયા બાદ વરસાદને લઈને મેચ બંધ રાખવામાં આવે છે તો નિયમ મુજબ રિઝર્વ ડેમાં ફરી ત્યારથી જ શરૂઆત થઈ શકે છે. ઉપરાંત જો ટોસ થયા બાદ મેચ શરૂ ન થાય તો રિઝર્વ ડેના દિવસે ફરી ટોસ કરવામાં આવે છે.

...તો ગુજરાત ટાઇટન્સ ટાઇટલ મેળવશે
20- 20 ઓવરના મેચમાં જો ખેલ 7:40 વાગ્યે શરૂ થવાનો હોય તો રાત્રે 10:10 વાગ્યા સુધી રાહ જોવામાં આવે છે. જેનો મતલબ એ છે કે આ સમયગાળા સુધીમાં મેચ શરૂ થઈ શકવાની પરિસ્થિતિ હોય તો કોઈ ઓવર ઘટાડવામાં આવતી નથી. બાદમાં જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ આ મેચ શક્ય ન બને તો સુપર ઓવર નક્કી કરવાનો પ્રયાસ કરાઈ છે અને જો રિઝર્વ ડે પર પણ સુપર ઓવર શક્ય ન હોય, તો ટ્રોફી આપવા માટે આ માટે લીગ તબક્કાનું પોઈન્ટ ટેબલ લેવામાં આવશે, જ્યાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ ટાઇટલ મેળવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ