બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What will Gujarat benefit from the amendment in GST law? What is the issue between the businessmen and the government?

મહામંથન / GST કાયદામાં સુધારાથી ગુજરાતને શું થશે ફાયદો? વેપારી અને સરકાર વચ્ચે કયા મુદ્દે થાય છે ખટરાગ?

Vishal Khamar

Last Updated: 09:40 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2017 માં કેન્દ્ર સરકાર દ્વારા GST અમલમાં મૂક્યો હતો. જે બાદ સમયાંતરે GST માં ફેરફાર થતા રહ્યા છે. બોગસ બિલિંગ અટકાવવા માટે GST કાઉન્સિલ દ્વારા GST બાયોમેટ્રીક કાર્ડ લાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ ગુજરાતની પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. બાયોમેટ્રીક કાર્ડથી સમસ્યાનું સમાધાન થશે કે કેમ તે મહત્વનો સવાલ.

2017માં એક દેશ, એક ટેક્સની ટેગલાઈન સાથે વાજતે ગાજતે GST અમલમાં આવ્યો. પરંતુ GST અમલમાં આવ્યો ત્યારથી લઈને આજ સુધી સરકાર અને વેપારીઓ વચ્ચે સંપૂર્ણ સમાધાનની સ્થિતિ આવી હોય તેવું બન્યું નથી. જેવા દાવા થતા હતા તેમાનું ઘણુખરુ થયું નથી. કરચોરી અટકશે એવુ કહેવાતું હતું પરંતુ GST ચોરીના અનેક બનાવ બન્યા કરે છે. GST કાઉન્સિલ તરફથી વારંવાર ભલામણ થાય છે પરંતુ અમલવારીમાં કોઈ ઝડપ બનતી નથી. તાજેતરમાં GST કાઉન્સિલની એક ભલામણ ધ્યાન ખેંચનારી હતી જેમાં GST નંબર માટે બાયોમેટ્રીક સિસ્ટમ દાખલ થશે.

  • GSTના બાયોમેટ્રીક કાર્ડ લાવવાનો GST કાઉન્સિલનો નિર્ણય
  • બાયોમેટ્રીક કાર્ડથી જ GST નંબર ફાળવવા પ્લાન બનશે
  • ગુજરાત GSTમાં બાયોમેટ્રીક કાર્ડ લાવનારુ પહેલું રાજ્ય

એવી શક્યતા છે કે 10 ઓક્ટોબર કે તેની આસપાસના સમયથી આ સિસ્ટમની શરૂઆત થશે અને પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. વેપારીઓ સમાજના સાહસી વર્ગમાં સમાવિષ્ટ છે, સમાજનો બહોળો વર્ગ વેપારીઓ સાથે એક યા બીજી રીતે જોડાયેલો છે. આવા વેપારી વર્ગને સરકાર પણ શંકાની નજરે જુએ છે અને સરવાળે સામાન્ય માણસના મનમાં પણ વેપારી સામે શંકાની સોય હંમેશા તકાતી રહે છે. GSTના કાયદામાં બાયોમેટ્રીક સિસ્ટમને દાખલ કરાશે તો તેનાથી સરવાળે ગુજરાતને શું ફાયદો છે. નવા નિયમોથી ચોરી કરનારા લોકો પકડાઈ જશે કે કેમ, GSTને લઈને વેપારીઓના સરેરાશ પ્રશ્નોનું સમાધાન ક્યારે થશે.

  • બોગસ બિલિંગ ગણ્યાગાંઠ્યા વેપારીઓ કરે છે
  • કાચા માલ ઉપરનો GST વધારે છે
  • વેપારીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી

GSTના બાયોમેટ્રીક કાર્ડ લાવવાનો GST કાઉન્સિલે નિર્ણય કર્યો છે.  ગુજરાતની પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે.  બોગસ બિલિંગ અટકાવવા માટે બાયોમેટ્રીક કાર્ડની અમલવારી કરવામાં આવશે.  બાયોમેટ્રીક કાર્ડથી જ GST નંબર ફાળવવા પ્લાન બનશે.  ગુજરાત GSTમાં બાયોમેટ્રીક કાર્ડ લાવનારુ પહેલું રાજ્ય છે.  વેપારી અને સરકાર વચ્ચે ખટરાગના અનેક બનાવ બન્યા છે.  GST અને બોગસ બિલિંગ મુદ્દે સરકાર, વેપારી ઘણીવાર સામસામે આવ્યા છે. બાયોમેટ્રીક કાર્ડથી સમસ્યાનું સમાધાન થશે કે કેમ તે એક પ્રશ્ન છે.
 

બોગસ બિલિંગ, ગુજરાતમાં સ્થિતિ શું છે?

ગુજરાતમાં નોંધાયેલા કેસ
4829
 
કેટલી કરચોરી?
9729 કરોડ
 
કેટલા આરોપી ઝડપાયા?
100થી વધુ
 
કેટલી રિકવરી?
કુલ કરચોરી સામે 5% જેટલી

બોગસ બિલિંગ કેમ વધ્યું?
બોગસ બિલિંગ ગણ્યાગાંઠ્યા વેપારીઓ કરે છે.  બીજી તરફ બોગસ બિલિંગથી સરકારને કરની આવકમાં ફટકો પડે છે. કાચા માલ ઉપરનો GST વધારે છે. તૈયાર માલ ઉપર GST ઓછો છે. આવા કિસ્સામાં ઈનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા ઉભી થાય છે. વેપારીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. ITC સરભર કરવા વેપારી ફક્ત બિલ આપી બોગસ બિલિંગ કરે છે.

  • GSTમાં કરચોરીની રિકવરી ઝડપી થતી નથી
  • સરકારને આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો છે
  • GST તંત્ર રિકવરી નોટિસથી આગળ ખાસ કંઈ કરી શક્યું નથી

સરકારની મુશ્કેલી શું છે?
GSTમાં કરચોરીની રિકવરી ઝડપી થતી નથી. કેસ નોંધાય છે, આરોપી પકડાય છે પણ રિકવરી નહીંવત છે. સરકારને આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો છે. સરકારે પણ GST તંત્રને કડક ઉઘરાણી માટે તાજેતરમાં ટકોર કરી છે.  GST તંત્ર રિકવરી નોટિસથી આગળ ખાસ કંઈ કરી શક્યું નથી. આરોપીઓ અનેક GST કર્મીઓ સાથે પણ સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે. કૌભાંડી તત્વો સાથેની સાંઠગાંઠ બાબતે યોગ્ય પગલા લઈ શકાયા નથી. 

વેપારીઓના પ્રશ્નો શું છે?

GST રિટર્ન

  • રિટર્ન ફાઈલ કર્યા પછી રિવાઈઝ થતું નથી
  • પછીના રિટર્ન વખતે જ સુધારી શકાય છે
  • સરવાળે ક્રેડિટ લેવામાં વિલંબ થાય છે

બોગસ બિલિંગ

  • વેપારીએ બોગસ બિલિંગ કર્યું હોય તો તેની પાસેથી ખરીદનારને સજા મળે છે
  • વેપારીઓની રજૂઆત છે કે ખોટુ કરનાર સામે જ પગલા લેવાય

રજીસ્ટ્રેશન નંબર

  • વેપારીનો રજીસ્ટ્રેશન નંબર શરૂઆતથી રદ થાય તો મુશ્કેલી
  • અન્ય વેપારીઓ પાસેથી કર વસૂલવામાં આવે છે

રિટર્ન ભરવાની સમસ્યા

  • રિટર્ન ભરવાના છેલ્લા દિવસે રવિવાર કે જાહેર રજા હોય છે
  • પછીના દિવસે રિટર્ન ભરવાની સુવિધા મળતી નથી

વેરો ભરવાના વિકલ્પ

  • વેરો ભરવા UPIથી પેમેન્ટ કે અન્ય વિકલ્પ મળે
  • દરેક બેંક લીસ્ટેડ નથી જેથી વેરો ભરવામાં તકલીફ પડે છે

ઈ-વે બિલના પ્રશ્ન

  • વેબસાઈટમાં વ્યાપક પ્રશ્ન છે
  • ઈ-વે બિલની વેબસાઈટ ન ચાલે ત્યારે માલ ભરાયેલો રહે છે

રજીસ્ટ્રેશનના પ્રશ્ન

  • GSTના રજીસ્ટ્રેશન માટે એક મહિનાની મુદત નક્કી કરેલી છે
  • 1 મહિનાની મુદત છતા છેલ્લા દિવસે પ્રક્રિયા હાથ ધરાય છે
  • અધિકારીઓ જરૂર ન હોય એવા પુરાવા પણ માંગે છે

ડોક્યુમેન્ટ અપલોડ

  • અપલોડની મર્યાદા 2MBની જ છે
  • સાઈઝ ઘટાડવાથી ડોક્યુમેન્ટ અવાચ્ય બને છે

સ્થળ મુલાકાતના પ્રશ્ન

  • રજીસ્ટ્રેશન વખતે તમામ પુરાવા આપ્યા છતા સ્પોટ વિઝીટ થાય છે

રિફંડના પ્રશ્ન

 

  • રિફંડ મેળવવામાં 2 થી 3 મહિનાનો સમય લાગે છે
  • ક્લેઈમ કરેલી રકમ રિફંડ માટે અમાન્ય હોય તો 1 વર્ષથી વધુ સમય લાગે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ