ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં મળતા ભોજનમાં કયા પ્રકારનો લોટ અને ચોખા વપરાય છે? જાણો IRCTCના ખોરાકની ક્વોલિટી અને ધોરણો

photo-story

6 ફોટો ગેલેરી

IRCTC Train Food / ટ્રેનમાં મળતા ભોજનમાં કયા પ્રકારનો લોટ અને ચોખા વપરાય છે? જાણો IRCTCના ખોરાકની ક્વોલિટી અને ધોરણો

Last Updated: 05:26 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IRCTC એ જણાવ્યું છે કે, ટ્રેનના ભોજન માટે ખુલ્લો કે વગર બ્રાન્ડનો સામાન વાપરવા પર પ્રતિબંધ છે અને માત્ર આશીર્વાદ, ફોર્ચ્યુન, ઈન્ડિયા ગેટ તથા દાવત જેવી FSSAI મંજૂર પ્રીમિયમ બ્રાન્ડ્સના લોટ ચોખા જ વાપરે છે.

1/6

photoStories-logo

1. IRCTC ફૂડ

ભારતીય રેલવેમાં દરરોજ લાખો મુસાફરો સફર કરે છે અને મુસાફરી દરમિયાન ટ્રેનની પેન્ટ્રી કાર કે IRCTCના બેઝ કિચનમાંથી તૈયાર થયેલું ભોજન લે છે. મુસાફરોના મનમાં અવારનવાર એવો પ્રશ્ન થતો હોય છે કે થાળીમાં પીરસાતી રોટલી, પૂરી કે ભાત બનાવવા માટે કેવા પ્રકારના લોટ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. IRCTCના કડક ગુણવત્તા ધોરણો

અને નિયમો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ટ્રેનમાં ભોજનની શુદ્ધતા અને ક્વોલીટી જાળવવા માટે ખાસ કેટરિંગ પોલિસી તેમજ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોનું કડક પાલન કરાવે છે. જેમાં કોઈપણ પેન્ટ્રી કાર કે બેઝ કિચનમાં ખુલ્લો, બિન-બ્રાન્ડેડ કે હલકી ગુણવત્તાનો સામાન વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ટ્રેનના ભોજન માટે કયો લોટ વપરાય?

ટ્રેનમાં બનતી રોટલી, પરોઠા કે પૂરી માટે માત્ર દેશની અગ્રણી અને માન્ય બ્રાન્ડના જ ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં આશીર્વાદ, શક્તિ ભોગ, ફોર્ચ્યુન, નેચર ફ્રેશ અને અન્નપૂર્ણા જેવા બ્રાન્ડેડ પેક્ડ ચક્કી આટા વાપરવાની સ્પષ્ટ સૂચના હોય છે. આ સિવાય ક્વોલિટી સર્ટિફિકેશન માટે વપરાશમાં લેવાતો લોટ યોગ્ય રીતે પ્રોસેસ થયેલો તેમજ એગમાર્ક કે FSSAI દ્વારા પ્રમાણિત હોવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભાત અને બિરયાની માટે કેવા ચોખા વપરાય છે?

થાળીના પ્લેન રાઇસ, ફ્રાઇડ રાઇસ કે પુલાવ માટે પણ ગ્રેડિંગ સિસ્ટમ મુજબ ચોખા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ઈન્ડિયા ગેટ, દાવત, લાલ કિલ્લા, કોહિનૂર અને ફોર્ચ્યુન જેવી જાણીતી બ્રાન્ડ્સના લોંગ ગ્રેન કે બાસમતી ચોખા વાપરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટ્રેનના ક્લાસ મુજબ ફાળવણી

વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ઉચ્ચ ગુણવત્તાના બાસમતી ચોખા અને સામાન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં એગમાર્ક ગ્રેડના ચોખાનો ઉપયોગ થાય છે.જેમાં ટુકડા ચોખા વાપરવાની મનાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તપાસ અને દંડની જોગવાઈ

રેલવેના ફૂડ સેફ્ટી ઓફિસર્સ અને IRCTCના ઈન્સ્પેક્ટર્સ દ્વારા બેઝ કિચન તેમજ ટ્રેનની પેન્ટ્રી કારમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે. જો કોઈ કેટરર કે કોન્ટ્રાક્ટર અનબ્રાન્ડેડ કે હલકી ગુણવત્તાનો લોટ-ચોખા વાપરતો ઝડપાય તો તેના પર ભારે દંડ ફટકારવામાં આવે છે કે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

premium brands IRCTC train meals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ