બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / What is this mission Divyastra? Able to attack 3-3 targets simultaneously

પરીક્ષણ / શું છે આ મિશન દિવ્યાસ્ત્ર? જે એકસાથે 3-3 ટાર્ગેટ પર હુમલો કરવા છે સક્ષમ, ખાસિયતો ચોંકાવનારી

Priyakant

Last Updated: 02:25 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Divyastra Latest News: આ મિસાઈલ એક સાથે અનેક સો કિલોમીટરમાં ફેલાયેલા 3 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે, આ સિવાય મિસાઈલમાં બીજી ઘણી વિશેષતાઓ

ભારતે મિશન દિવ્યાસ્ત્ર નું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO સહિત ભારતીય વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ભારતની મિસાઈલ ટેક્નોલોજીને આગળ વધારનારી આ ટેક્નોલોજી સેન્સર પેકેજની સાથે 1.5 ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.  

ભારતે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી (MIRV) ટેક્નોલોજી સાથે અગ્નિ-5 (અગ્નિ-V) મિસાઈલ વિકસાવી છે. જેને દિવ્યાસ્ત્ર મિશન નામ આપવામાં આવ્યું છે. તેને દિવ્યાસ્ત્ર  કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આ મિસાઈલ એક સાથે અનેક સો કિલોમીટરમાં ફેલાયેલા 3 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ સિવાય આ મિસાઈલમાં બીજી ઘણી વિશેષતાઓ છે.

જાણો અગ્નિ-V મિસાઈલની 10 વિશેષતાઓ

  • આ મિસાઈલને ટ્રક પર લોડ કરીને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે.
  • MIRV ટેક્નોલોજી એટલે કે મિસાઈલના નાક પર બે થી 10 હથિયારો લગાવી શકાય છે.
  • તેના પર 1500 કિલો વજનનું પરમાણુ હથિયાર લગાવી શકાય છે.
  • આ મિસાઈલમાં ત્રણ તબક્કાના રોકેટ બૂસ્ટર છે જે ઘન ઈંધણ પર ઉડે છે.
  • તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે. એટલે કે તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે.
  • અગ્નિ-5 મિસાઈલ (Agni-V) 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે.
  • તે રિંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવિક સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે.
  • અગ્નિ-5 મિસાઈલ ચોકસાઈ સાથે લક્ષ્ય પર હુમલો કરે છે.
  • જો લક્ષ્ય 10 થી 80 મીટર દૂર પણ તેની જગ્યાએથી ખસી જાય તો તેનાથી બચવું મુશ્કેલ છે.
  • અગ્નિ-5 મિસાઈલ (અગ્નિ-વી)નું વજન 50 હજાર કિલોગ્રામ છે. તે 17.5 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફૂટ છે.   

વધુ વાંચો : હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પૂરી કેબિનિટે સહિત રાજીનામું, તૂટ્યું BJP-JJPનું ગઠબંધન

મહત્વનું છે કે, અગ્નિ-5 મિસાઈલ (Agni-V ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું. તે પછી, 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. અગ્નિ-5 મિસાઈલના અડધા ડઝનથી વધુ સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં મિસાઈલનું વિવિધ માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો હતો કે, આ મિસાઈલ દુશ્મનને નષ્ટ કરવા માટે એક ઉત્તમ હથિયાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ