બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / What is the matter of Apple hacking alert? Gujarat government's scheme of giving Rs 1 lakh to these students, Pakistan's chance of reaching the semi-finals is ruined.

2 મિનિટ 12 ખબર / Apple હેકિંગ એલર્ટનો મામલો છે શું? ગુજરાત સરકારની આ વિદ્યાર્થીઓને 1 લાખ આપતી યોજના, પાકિસ્તાનની સેમીફાઇનલ આવવાની તક ખરી

Vishal Khamar

Last Updated: 11:57 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMRએ આ બાબતે એક સ્ટડી જાહેર કરી છે. જેના સંદર્ભે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ કોરોનાનો ભોગ બનેલ લોકોને સલાહ આપી છે. ગરીબોની કસ્તુરી એની ડુંગળીનાં ભાવ આસમાને પહોંચતા ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.

The government will give Rs 1 lakh monthly to these students for one year, 'Sardar Patel Good Governance CM. 'Fellowship...

 મુખ્યમંત્રીએ રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાના વિનીયોગ માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્‍સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે.

apple clarification and statement on iphone hacking

એપલે તેના નિવેદનમાં કહ્યું કે . "એપલ ધમકીની માહિતી અથવા રાજ્ય પ્રાયોજિત હુમલાની માહિતી શેર કરતું નથી. એપલની કેટલીક ધમકી સૂચનાઓ ખોટા એલાર્મ્સ હોઈ શકે છે, અમે આ વિશે માહિતી પ્રદાન કરવામાં અસમર્થ છીએ. એપલે કહ્યું કે ધમકીની સૂચનાઓને કોઈ ચોક્કસ રાજ્ય પ્રાયોજિત હુમલાખોરને આભારી નથી. રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાખોરો ખૂબ જ સારી રીતે ભંડોળ પૂરું પાડતા અને અત્યાધુનિક હોય છે, અને તેમના હુમલાઓ સમય જતાં વિકસિત થાય છે. આવા હુમલાઓને શોધી કાઢવું એ ધમકીભર્યા ગુપ્તચર સંકેતો પર આધારિત છે જે ઘણીવાર અપૂર્ણ હોય છે. 

covid patient at risk of cardiac arrest for two years

ગરબા અને લગ્નમાં ડાન્સ કરતા સમયે, દોડતા સમયે તથા અલગ અલગ એક્ટિવિટી કરતા સમયે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ICMRએ આ બાબતે એક સ્ટડી જાહેર કરી છે, જેના સંદર્ભે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ કોરોનાનો ભોગ બનેલ લોકોને સલાહ આપી છે કે, આ લોકોએ 1-2 વર્ષ સુધી ભારે કસરત ના કરવી જોઈએ. પોસ્ટ કોવિડમાં 10થી 20 ટકા હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે, આ લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ હોવાને કારણે ડાંસ, કસરત અને મેરાથોનથી દૂર રહેવું જોઈએ.

Weather Forecast updates cyclone in november storm in arabian sea

ભારતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ હવે રાજ્યોમાં ગુલાબી ઠંડી શરૂ રહી છે. જોકે દેશના મોટાભાગના વિસ્તારોમાં 15 ઓક્ટોબર બાદથી જ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. નવેમ્બર સુધી દેશમાં ઠંડીની એન્ટ્રી થઈ જાય છે. ત્યાં જ નવેમ્બરને દેશમાં વાવાઝોડાનો મહિનો કહેવામાં આવે છે. કારણ કે સૌથી વધારે વાવાઝોડા આ મહિનામાં આવે છે. 

રાજકોટ શહેરમાં ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. જેમાં ડુંગળીનાં ભાવ પ્રતિકીલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં રૂ. 35ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીનાં ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

pm modi sardar vallabhbhai patel birth anniversary national unity programme kewadia

પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો હતો.  આ પરેડમાં સીમ સુરક્ષા બળના જવનો અને રાજ્ય પોલીસની વિવિધ ટુકડીઓ પણ જોડાઈ હતી. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે, તુષ્ટીકરણની રાજનીતિ દેશના વિકાસને બાંધા બને છે. તુષ્ટિકરણ કરવાવાળા લોકો માનવતાના દુષ્મનો સાથે ઉભા રહેવામાં જરા પણ સંકોચ રાખતા નથી. તુષ્ટીકરણનો વિચાર એટલો ખતરનાખ છે કે તે આતંકિયોને બચાવવા માટે આંદોલન સુધી પહોંચી જાય છે. પી એમ મોદીએ કહ્યું કે, જ્યારે દુનિયામાં સંકટમાં છે ત્યારે આપણી સીમા સુરક્ષિત છે.

mumbai mukesh ambani receives 3rd threat email with rs 400 crore demand death threat within four days

અંબાણીની કંપનીને સોમવારે ઈમેઈલ મળ્યો. મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વાર ધમકીભર્યો ઈમેઈલ કરવામાં આવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઈલમાં લખ્યું છે કે, ‘તે અમારી વાત માની નથી. હવે 400 કરોડ રકમ થઈ ગઈ છે. ગમે તેટલો કડક સુરક્ષા બંદોબસ્ત અમારો એક સ્નાઈપર જ કાફી છે.’

maharashtra maratha protest conversation manoj jarange beed violence 49 arrest

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ આ સિવાય પુણે અને અહમદનગરમાં પણ આંદોલનના જોરદાર ભણકારા છે. અનેક વિસ્તારોમાં આગચંપીના ગંભીર બનાવો બન્યા છે. બીડ અને માજલગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ પહેલા સોમવારે મોડી રાત્રે ઉમરગા શહેર નજીક તુરોરી ગામમાં પણ આગચંપી થઈ હતી. પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને પણ આગ ચાંપી દીધી હતી.

Head constable martyred in terrorist attack in Jammu and Kashmir's Baramulla, shot dead after entering house, third incident...

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓના હુમલામાં એક પોલીસકર્મી ગુલામ મોહમ્મદ ડાર શહીદ થયા છે. આતંકવાદીઓ વેલુ ક્રાલપોરા ગામમાં તેના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. ડાર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. અજાણ્યા આતંકવાદીઓના હુમલામાં ગુલામ મોહમ્મદ ડાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે SDH તંગમાર્ગમાં લઈ જવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ડારનું મોત થયું હતું. આતંકવાદીઓએ ત્રણ દિવસમાં ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે, જ્યારે ત્રણ દિવસમાં પોલીસ પર આ બીજો હુમલો છે. ઇન્સ્પેક્ટર મસૂર અલી પર રવિવારે શ્રીનગરમાં હુમલો થયો હતો અને તે હજુ પણ હોસ્પિટલમાં છે.

સલમાન ખાન અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના થોડા દિવસ પહેલા એક બોક્સિંગ મેચના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે રોનાલ્ડોએ સલમાનને નજરઅંદાજ કર્યો. સલમાનના ફેંસ પણ થોડા નારાજ જોવા મળ્યા પરંતુ હવે બન્નેના નવા ફોટો સામે આવ્યા છે. આ ફોટોને જોઈને સલમાનના ફેંસ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

Market down during festivals too, Sensex and Nifty close again after 2 days with red mark

BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ થયો. નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 19,079 પર આવી ગયો છે. બજારમાં સૌથી વધુ વેચવાલી ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં થઈ હતી. જ્યારે રિયલ્ટી સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. મંગળવારે શેરબજારમાં સતત બે દિવસ ફરીથી ખરીદ-વેચાણ જોવા મળી હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 19,079 પર આવી ગયો છે. બજારમાં સૌથી વધુ વેચવાલી ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં થઈ હતી. જ્યારે રિયલ્ટી સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ગઈકાલે BSE સેન્સેક્સ 329 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પર બંધ થયો હતો.

Pakistan thrash Bangladesh to win by 7 wickets

બાંગ્લાદેશ સામે જીતની સાથે જ પાકિસ્તાને વર્લ્ડ કપમાં એન્ટ્રી મારી લીધી છે. બાંગ્લાદેશ સામે તેની જીતના મુખ્ય બે કારણો રહ્યાં છે. આ મેચ માટે પાકિસ્તાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇમામ ઉલ હક, શદાબ ખાન અને મોહમ્મદ નવાઝને પડતા મૂકવામાં આવ્યા હતા. તેમના સ્થાને ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસામા મીરને લેવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ