બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What is the accused saying about the open murder of Atiq-Ashraf?

નિવેદન / '....એટલે અમે ખતમ કરી દીધા', અતીક-અશરફના ખુલ્લેઆમ મર્ડરને લઇ આ શું કહી રહ્યાં છે આરોપી?

Priyakant

Last Updated: 08:48 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmad Murder: સૂત્રોનું માનીએ તો ખુલ્લેઆમ મર્ડર કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અતીક-અશરફની હત્યા કેમ કરી તે અંગે મોટું નિવેદન આપ્યું

  • અતીક અહેમદ-અશરફની હત્યા બાદ વધુ એક ખુલાસો 
  • આરોપીઓએ પોલીસ સમક્ષ આપ્યું મર્ડર કરવાનું કારણ: સૂત્રો 
  • ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું: આરોપીઓ 

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પછી એક પછી એક નવી વાત સામે આવી રહી છે. સૂત્રોનું માનીએ તો ખુલ્લેઆમ મર્ડર કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અતીક-અશરફની હત્યા કેમ કરી તે અંગે મોટું નિવેદન આપ્યું છે. સૂત્રો મુજબ આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, માફિયા અતીકના પાકિસ્તાન સાથે સંબંધ હતા. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને તેની સામે જુબાની આપનારને પણ છોડતો ન હતો. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો તેથી અમે બંનેની ગોળી મારી હત્યા કરી છે. 

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ આ પહેલા અલગ-અલગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, આરોપી ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ આવ્યો હતો. તેના સ્થાનિક મદદગારો કોણ છે ? જણાવવામાં આવ્યું છે કે, લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જૂના હમીરપુરનો સની અને કાસગંજનો અરુણ મૌર્ય છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. કેમેરા અને આઈડી સાથે આરોપી ક્યારે અને કેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

પાકિસ્તાન કનેક્શન ? 
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓએ જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે પહેલા અલગ-અલગ નિવેદનો આપ્યા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કહાની સંભળાવી. તેમણે કહ્યું કે, માફિયા અતીકના માત્ર પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધ નથી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું હતું. અતીક ગેંગના લોકો સતત લોકોને હેરાન કરતા હતા અને તેમની હત્યા પણ કરતા હતા. જેના કારણે લોકો ડરી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ