બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / what is disha shool do not travel in north direction on tuesday and wednesday try these remedies

માન્યતા / ભૂલથી પણ મંગળ-બુધ આ દિશામાં યાત્રા કરવા ન જતા, નહીં તો અટકી શકે છે સુધરેલા કામ! જાણો શું છે 'દિશા શૂળ'

Manisha Jogi

Last Updated: 09:20 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેકવાર આપણે અજાણતા અશુભ દિશામાં જતા રહીએ છીએ, જેના કામ પૂર્ણ થતા નથી અથવા બગડી જાય છે. જાણો કઈ દિશામાં યાત્રા ના કરવી જોઈએ.

  • વાસ્તુશાસ્ત્રમાં દિવસ અને દિશાનું વિશેષ મહત્ત્વ
  • શુભ દિશા અને દિવસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
  • અશુભ દિશામાં યાત્રા કરવાથી કામ પૂર્ણ થતું નથી

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં દિવસ અને દિશાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જો તમે કોઈ કામ કરવા માટે ઘરેથી નીકળ્યા છો અને તેમાં સફળતા મેળવવા માંગો છો તો શુભ દિશા અને દિવસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અનેકવાર આપણે અજાણતા અશુભ દિશામાં જતા રહીએ છીએ, જેના કારણે કામ પૂર્ણ થતા નથી અથવા બગડી જાય છે. કઈ દિશામાં યાત્રા ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

દિશા શૂળ શું છે?
જ્યોતિષ શાસ્ત્રમાં દિશા શૂળનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ એક એવો અશુભ સમય છે, જ્યારે સપ્તાહના અલગ અલગ દિવસે અલગ અલગ દિશામાં યાત્રા ના કરવી જોઈએ, નહીંતર વ્યક્તિના કામમાં અનેક અડચણ આવે છે, જેના કારણે કામ બગડી શકે છે. આ કારણોસર જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ કામ કરતા પહેલા અથવા ઘરેથી બહાર નીકળતા પહેલા દિશા શૂળ જરૂરથી જોવું જોઈએ. જો તમે દિશા શૂળ જોયા વગર યાત્રા માટે નીકળી ગયા છો, તો આવ્યા પછી દિશા શૂળ જોવાનું કોઈ મહત્ત્વ નથી. 

કયા દિવસે દિશા શૂળ માન્ય ગણાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર અને બુધવારના દિવસે ઉત્તર દિશામાં દિશા શૂળ માન્ય ગણાય છે. કહેવામાં આવે છે કે, આ બે દિવસો દરમિયાન ઉત્તર દિશામાં યાત્રા ના કરવી જોઈએ, નહીંતર કામ બગડી શકે છે. મંગળવારના દિવસે ઉત્તર પશ્ચિમ ખૂણમાં દિશા શૂળ માન્ય ગણવામાં આવે છે. 

દિશા શૂળ માટે જ્યોતિષ ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે દિશા શૂળમાં યાત્રા કરી રહ્યા છો, તો ઘરેથી બહાર નીકળતા પહેલા ગોળનું સેવન કરવું જોઈએ. 
  • બુધવારને દિવસે દિશા શૂળમાં યાત્રા કરવાની જરૂર પડે તો તે પહેલા તલ અથવ ધાણાનું સેવન કરીને નીકળવું જોઈએ. 
  • ઘરેથી બહાર નીકળતા પહેલા 5 પગલા પાછળની તરફ ચાલો ત્યાર પછી તમારા કામ માટે બહાર નીકળો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ