બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / what is bumper to bumper insurance for vehicles and how it will benefit to car and bike owners

નિયમ / શું છે બંપર ટૂ બંપર વીમા કવરેજ? આ રીતે થશે વાહનના માલિકોને મોટો ફાયદો

Noor

Last Updated: 09:38 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ બંપર ટૂ બંપર વીમા વિશે ઘણું સાંભળવા મળી રહ્યું છે. જેની પાછળનું કારણ છે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય, જેના કારણે દેશમાં 1 સપ્ટેમ્બરથી નવા વાહનોની ખરીદી પર 5 વર્ષ માટે બંપર ટૂ બંપર વીમા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

  • વાહન માલિકો માટે સારાં સમાચાર
  • બંપર ટૂ બંપર વીમામાં ગ્રાહકોને થશે મોટો ફાયદો
  • હવે નવા વાહનોની ખરીદી પર મળશે બંપર ટૂ બંપર વીમા

જોકે, વીમા કંપનીઓએ તેના અમલ માટે સમય માંગ્યો છે, જેના કારણે હાલ તેના પર રોક લગાવી દેવામાં આવી છે. તો ચાલો જાણી લો શું છે બંપર ટૂ બંપર વીમા યોજના અને તે વાહનો પર મળતા થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સથી કઈ રીતે અલગ છે અને ગાડીના માલિકને તેનાથી શું ફાયદો થઈ શકે છે. 

સરળ ભાષામાં સમજીએ તો બંપર ટૂ બંપર વીમા એ કાર અથવા બાઈકનું એક્સીડન્ટ થવા પર થતાં નુકસાન પર લગભગ 100 ટકા વીમા કવર આપે છે. તેને ઘણીવાર Zero Depreciation Cover પણ કહેવાય છે. આ પ્રકારના વીમામાં વીમા કંપની વાહનના કાર પાર્ટ્સના ડેપ્રિસિએશનને ડિડક્ટ કરતી નથી. જ્યારે સામાન્ય અને કોમ્પ્રેહેસિંવ વીમામાં બદલવામાં આવતા પાર્ટ્સની ડેપ્રિસિએશન વેલ્યૂ ઓછી કરી દેવામાં આવે છે. 

બંપર ટૂ બંપર વીમામાં શું શું કવર થાય છે

સામાન્ય રીતે કાર માલિક કાર ખરીદવા પર કોમ્પ્રેહેન્સિવ વીમા ખરીદે છે. જેમાં ગ્રાહકોને થર્થ પાર્ટી લાયબિલિટી કવરેજ, પોતે ગાડીને નુકસાન કર્યું હોય તેના પર કવર, ચોરી, તોડફોડથી થતાં નુકસાન પર કવર મળે છે. પરંતુ તેમાં મોટું નુકસાન ડેપ્રિસિએશન વેલ્યૂ ઘટાડવાને કારણે થાય છે. હવે માની લો કે તમારી કારનો કોઈ પાર્ટ ખરાબ થઈ જાય છે તો જ્યારે તમે તેને બદલાવો છો તો વીમા કંપની તેનો ખર્ચ આપતી નથી અને તમારા જૂના પાર્ટની હાલની વેલ્યૂ પ્રમાણે ખર્ચ આપે છે. જેના કારણે ગ્રાહકે નવા પાર્ટ અને જૂના પાર્ટની કિંમતમાં જે અંતર આવે છે તે ચૂકવવું પડે છે. જ્યારે બંપર ટૂ બંપર વીમામાં એવું નથી. 

બંપર ટૂ બંપર વીમામાં સામાન્ય રીતે એડ ઓન વીમા કવરેજ મળે છે. તેમાં કારનું એક્સીડેન્ટ અથવા નુકસાનની સ્થિતિમાં લગભગ બધાં પાર્ટ પર વીમા કવર મળે છે. બસ એન્જિન, બેટરી, ટાયર ટ્યૂબ અને ગ્લાસ પર કવર મળતું નથી. જોકે, કેટલીક કંપનીઓ વિંડસ્ક્રીન ડેમેજનો ખર્ચ પણ આપે છે પરંતુ તે વીમા પોલિસીનો ભાગ નથી હોતો. 

સામાન્ય રીતે નવા વાહનોની ખરીદી પર વીમા મળે છે. જેમાં પહેલાં વર્ષ માટે કોમ્પ્રેહેંસિવ વીમો અને બાકી 4 વર્ષ માટે થર્ડ પાર્ડી લાયબિલિટી કવર મળે છે. થર્ડ પાર્ટી વીમામાં વાહનમાં સવાર લોકોને વીમા કવર નથી મળતો પરંતુ વાહનથી અકસ્માતના શિકાર થયેલા વ્યક્તિને કવર મળે છે. બંપર ટૂ બંપર વીમાને ફરજિયાત બનાવવાના નિ્ણય મામલે ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં રિટ પિટિશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મૃતકનો થર્ડ પાર્ટી વીમો હતો. 

બંપર ટૂ બંપર વીમા નવી કાર ખરીદનાર, લગ્ઝરી વાહનો ખરીદનાર, બિન અનુભવી કારના માલિકો, અકસ્માત સંભવિત ક્ષેત્રોમાં રહેનાર લોકોને મળતો નથી. બંપર ટૂ બંપર વીમાનો સૌથી મોટો ફાયદો 100 ટકા ડેમેજ કવર છે. તેનાથી ગ્રાહક નિશ્ચિંત રહે છે. ક્લેમ સેટલમેન્ટ વખતે ગ્રાહકોને પૂરું કવરેજ મળે છે. સાથે જ ગ્રાહકને ડેમેજ બાદ સર્વિસ કરાવવા પર ડેપ્રિસિએશન કોસ્ટનું નુકસાન ભોગવવું પડતું નથી. લગ્ઝરી કારની સર્વિસ પર આ ખૂબ જ કામ લાગે છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Vehicles bumper to bumper Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ