બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / what are the early signs and symptoms of a stroke

હેલ્થ / બ્રેઈન સ્ટ્રોક શું છે? ઠંડીની સિઝનમાં કેમ આનું જોખમ વધી જાય છે? જાણો બચવા માટેના ઉપાય

Manisha Jogi

Last Updated: 11:03 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક વર્ષોથી 30થી 35 વર્ષના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. બ્રેઈન સ્ટ્રોકને મેડિકલ ટર્મમાં ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે.

  • બ્રેઈન સ્ટ્રોકના કારણે શરીરના અલગ અલગ અંગ પર અસર
  • શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
  • બ્રેઈન સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય?

બ્રેઈન સ્ટ્રોકના કારણે શરીરના અલગ અલગ અંગ પર અસર થાય છે, જેને તમે લકવા પણ કહી શકો છો. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી 30થી 35 વર્ષના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. બ્રેઈન સ્ટ્રોકને મેડિકલ ટર્મમાં ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેઈન હેમરેજ કેવી રીતે થાય અને આ જોખમથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

બ્રેઈનની નસ ફાટવાનું કારણ

  • માથામાં ગંભીર ઈજાને કારણે બ્રેઈન હેમરેજ થઈ શકે છે. 
  • હાઈ બીપીના કારણે બ્રેઈનની નસોની રક્તવાહિનીઓની દીવાલને નુકસાન થાય છે. જેના કારણે બ્લડ વેસલ્સમાં બ્લીડિંગ થાય છે અને ફાટી જાય છે. 
  • બ્રેઈનમાં બ્લડ ક્લોટિંગના કારણે બ્રેઈન હેમરેજ થઈ શકે છે. 
  • ધમનીઓમાં ફેટ જમા થવાને કારણે અથવા એથેરોસ્ક્લેરોસિસના કારણે બ્રેઈન હેમરેજનું જોખમ રહે છે. 
  • સેરેબ્રલ એન્યૂરિજ્મ (બ્લડ વેસલ્સની દીવાલમાં એક નબળુ સ્થાન ફૂલી જાય છે અને ફાટી જાય છે).
  • બ્રેઈનની નસોની દિવાલમાં અમાઈલોઈડ પ્રોટીન (સેરેબ્રલ અમાઈલોડ એન્જિયોપેથી)ના કારણે બ્રેઈન હેમરેજ થાય છે.
  • બ્રેઈન ટ્યૂમરને કારણે બ્રેઈનના ટિશ્યુઝ પર અસર થાય છે, જેના કારણે બ્લીડિંગ થઈ શકે છે અને બ્રેઈન હેમરેજ થાય છે.
  • ધૂમ્રપાન, દારૂનું સેવન અથવા કોકીન પીવાથી બ્રેઈન હેમરેજ થવાનું જોખમ રહે છે.
  • ગર્ભાવસ્થામાં એક્લમ્પસિયા અને ઈન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્લીડિંગને કારણે બ્રેઈન હેમરેજ થવાનું જોખમ રહે છે. 

બ્રેઈન હેમરેજ કેવી રીતે થાય છે?
બ્રેઈનમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન ના પહોંચી શકવાને કારણે બ્રેઈન સેલ્સ મરવા લાગે છે. જેના કારમે શારીરિક એક્ટિવિટી પર અસર થાય છે. જેને ઈંટ્રાક્રાનિયલ હેમરેજ અથવા સેરેબ્રલ હેમરેજ કહેવામાં આવે છે. 3-4 મિનિટથી વધુ સમય સુધી ઓક્સિજન ના પહોંચી શકવાને કારમે બ્રેઈનની નસ પર અસર થાય છે. 

બ્રેઈન હેમરેજથી કેવી રીતે બચી શકાય?
બ્રેઈન હેમરેજ ના થાય તે માટે હંમેશા બીપી ચેક કરતા રહેવું જોઈએ. હાઈ બીપીના દર્દીઓએ હંમેશા બીપી ચેક કરાવવું જોઈએ. હાઈ કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે માટે વજન કંટ્રોલમાં રહે તે જરૂરી છે. દારૂનું સેવન ના કરવું, હેલ્ધી ડાયટ લેવી અને નિયમિતરૂપે કસરત કરવી. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું. શિયાળામાં લોહી ઘટ્ટ થવાને કારમે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ રહે છે. રક્તવાહિની સાંકળી થઈ જાય છે, જેના કારણે બ્લડ ક્લોટિંગનું જોખમ રહે છે. 

બ્લડપ્રેશરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું
બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ રહે છે. બ્લડ પ્રેશર વધવાને કારણે બ્રેઈનની નસો ફાટી શકે છે. શિયાળામાં બીપી કંટ્રોલમાં રાખવું જરૂરી છે. બ્રેઈન સ્ટ્રોકના દર્દીને 3 કલાકમાં જ હોસ્પિટલ લઈ જવા જરૂરી છે. 

કોને બ્રેઈન સ્ટ્રોકનું સૌથી વધુ જોખમ?

  • ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ
  • હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
  • મેદસ્વીતા ધરાવતા વ્યક્તિ
  • જે લોકો ધૂમ્રપાન કરે છે, દારૂ પીવે છે અને વધુ પડતી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરે છે
  • હાઈ કોલસ્ટ્રોલના દર્દીઓ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ