બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / west-bengal-elections-results-live-updates-mamata-banarjee-vs-narendra-modi-tmc-bjp-amit-shah-counting

ઇલેક્શન / નંદીગ્રામના ફાઇનલ પરિણામ માટે રાહ જોવી પડશે, ચૂંટણી પંચનો નિર્ણય બાકી

Last Updated: 12:16 AM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની સૌથી વધુ ધ્યાન ખેંચનારી સીટની જંગમાં ભાજપ ઉમેદવાર અધિકારીએ મમતા બેનરજીને હરાવી દીધા છે, અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી જીતી ગયા છે,એવો ભાજપનો દાવો છે, જો કે ચૂંટણી પંચ તરફથી ફાઇનલ નિર્ણય થયો નથી, અને મમતા બેનરજીએ અદાલત જવાની વાત કરી છે.

બંગાળની એ વિધાનસભાની સીટ કે જ્યાં આખા દેશની નજર હતી, તે નંદીગ્રામમાં સીએમ મમતા બેનરજી અને ભાજપના સ્થાનીય હેવીવેઈટ ઉમેદવાર તેમજ એકવાર મમતા રાઇટ હેન્ડ ગણાતા શુભેન્દુ અધિકારીની વચ્ચે રસાકસીની લડાઈ જામી હતી, કાંટે કી ટક્કર કહી શકાય તેવા મુકાબલામાં મમતા બેનરજી હારી ગયા છે, અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી જીતી ગયા છે,એવો ભાજપનો દાવો છે, જો કે ચૂંટણી પંચ તરફથી ફાઇનલ નિર્ણય થયો નથી, અને મમતા બેનરજીએ અદાલત જવાની વાત કરી છે.

પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવી રહ્યા છે. વલણો અનુસાર, બંગાળમાં ટીએમસીને બહુમતી મળી છે. પરંતુ મમતા બેનર્જીને નંદિગ્રામ સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના સુવેન્દુ અધિકારીએ મમતાને 1500થી વધુ મતોના અંતરથી હરાવી દીધી છે. 

સતત ટક્કર 

મતોની ગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી હતી. મતગણતરી દરમિયાન, કેટલીકવાર બેનર્જી આગળ જતા હતા તો કયારેક અધિકારી, પરંતુ મતગણતરીના અંતિમ રાઉન્ડમાં, પાસા પલટાયા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનને નંદિગ્રામ સીટનો ભોગ બનવું પડ્યું.

મહત્વનું છે કે આ પહેલા એવી જાણકારી પણ સામે આવી હતી કે મમતા બેનરજીએ નંદીગ્રામ જીતી લીધું છે, અને ભાજપના શુભેન્દુ અધિકારીને હરાવી 1200 જેટલા મતોના અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે, જો કે થોડા સમય પછી આ ચિત્ર બદલાયું હતું અને જાણકારી સામે આવી હતી કે બંગાળની આ સૌથી ધ્યાન ખેંચનારી લડાઈમાં ભાજપના અધિકારીએ બોલેલું પાળી બતાવ્યું છે, અને મમતા બેનરજીએ હારનો સામનો કરવો પડ્યો છે, બંગાળની આ સીટ પર જો કે હજુ ચૂંટણી પંચનો ફાઇનલ પરિણામ જાહેર થવું બાકી છે. 

આ મુદ્દે ભાજપ તરફથી પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે કે જે મુખ્યમંત્રી પોતાની સીટ પરથી નથી જીતી શકતા તે મમતા બેનરજીને હવે મુખ્યમંત્રી બનવાનો કેટલો નૈતિક  અધિકાર છે, નોંધનિય છે કે આ ટ્વિટ ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીય તરફથી કરવામાં આવ્યું છે, અને આ ટ્વિટ દ્વારા મમતા બેનરજી પર કટાક્ષ કરવામાં આવ્યો છે.   

શું થયું ?

મતોની ગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે નિકટની લડત ચાલી હતી. મતગણતરી દરમિયાન, કેટલીકવાર બેનર્જી આગળ હતા તો કયારેક અધિકારી, પરંતુ મતગણતરીના અંતિમ રાઉન્ડમાં પાસા પલટાયા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન આગળ હતા. મમતાની જીતની ઘોષણા થઈ હતી પરંતુ શુભેન્દુએ તેનો વાંધો નોંધાવ્યો હતો, ત્યારબાદ મમતાને નંદીગ્રામ સીટ પર ફરીથી મતગણતરીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, એક માહિતી પ્રમાણે મમતા બેનરજીએ જોકે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયને હું સ્વીકારી રહી છું, પણ સાથે જ તેમણે અદાલત જવાની વાત પણ કહી હતી. કારણ કે સૌથી પહેલા ANIએ એવી મમતાની જીતની માહિતી આપી હતી, પણ પછીથી શુભેન્દુની જીતના સમાચાર આવ્યા હતા. જો કે હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ નિર્ણય કરાયો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP mamata benarjee nandigram suvendu adhikari ચૂંટણી બંગાળ Elections
Nirav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ