ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મુંબઈના ચેમ્બૂરમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. ચેમ્બૂરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે મુંબઈગરાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. તો બીજી તરફ માર્ગો પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. તો નોકરી ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો. જેમાં માયાનગરી મુંબઈ ભારે વરસાદના કારણે થંભી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાઈ-વે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. તો બીજી તરફ મુંબઈના લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પર પણ અસર પડી હતી. ટ્રેન પોતાના નિયત સમય કરતા મોડી ચાલી રહી છે.
India Meteorological Department (IMD), Mumbai: Heavy to very heavy rainfall likely to occur at isolated places in the districts of Ratnagiri & Sindhudurg during the next two days. pic.twitter.com/TulyAHWYwm
— ANI (@ANI) August 1, 2019
ADVERTISEMENT
મુંબઈમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો સવાર પડતાં જ મુંબઈગરાઓ પોત પોતાના ઘરની બહાર નીકળવા લાગ્યા. ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુંબઈના દાદર વિસ્તારમાં 2થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે શાળાએ જતાં બાળકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીમાં પસાર થઈને શાળાએ જવું પડ્યું. તો બીજી તરફ કિંગ સર્કલ પાસે મોંઘી દાટ કાર પાણી સામે ફેઈલ થઈ ગઈ હતી. પાણીના કારણે કાર ખરાબ થઈ ગઈ હતી. લોકો વાહનોને ધક્કા મારતા નજરે પડ્યા હતા.
ADVERTISEMENT
મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો સવાર પડતાં જ નોકરી ધંધાર્થે જતાં મુંબઈગરાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાદર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. તો શાળાએ જતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
મહારાષ્ટ્રના જાંબરુંગ અને ઠાકુરવાડી વચ્ચે એક માલગાડી ટ્રેક પરથી ખડી પડી હતી. જેના કારણે રેલવે વ્યવહારને અસર પડી રહી છે. મુંબઈથી પુણે જતી ઈન્ટરસિટી ટ્રેનને આજે કેન્સલ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. આ મામલે મધ્ય રેલવેના CPROએ જણાવ્યું કે લોકલ ટ્રેનની અવરજવરને કોઈ અસર નહીં પડે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, નાસિક અને પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ માર્ગો પર પાણી ફરી વળ્યું છે. માર્ગો પર પાણી ભરાઈ જતાં મુંબઈ નગરી થંભી ગઈ છે. તો વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મુંબઈમાં અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. તો મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો