બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / wear neem tree wood mala to get shanidev blessings saturday remedies

ઉપાય / શનિદેવની કૃપા મેળવવા માટે ધારણ કરો આ ઝાડના લાકડાની માળા, પરહેરતાની સાથે જ જોવા મળશે ફરક

Arohi

Last Updated: 04:56 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને પુજનીય સ્થાન છે. અનેક વૃક્ષોમાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.

  • વૃક્ષોમાં હોય છે દેવી-દેવતાઓનો વાસ
  • આ વૃક્ષના લાકડાની માળા કરો ધારણ 
  • મળશે શનિદેવની કૃપા 

હિંદુ ધર્મમાં ઘણા વૃક્ષો અને છોડ છે જેમને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. અનેક વૃક્ષોમાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિયમો અનુસાર આ વૃક્ષો અને છોડની પૂજા કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ વૃક્ષોમાંથી એક લીમડાનું વૃક્ષ છે. લીમડાનું ઝાડ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સાથે જ વૈદિક જ્યોતિષમાં લીમડાને ખૂબ જ કલ્યાણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં લીમડાના ઝાડનો શનિ અને કેતુ સાથે સંબંધીત જણાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં આમાંથી કોઈ પણ ગ્રહ ક્રોધત થઈ જાય તો તે ઘરમાં લીમડાનું ઝાડ વાવી તેની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને ગ્રહ દોષથી મુક્તિ મળે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર લીમડાના લાકડાથી હવન કરવાથી શનિદેવની અશુભ અસર પણ ઓછી થાય છે. સાથે જ જો નહાવાના પાણીમાં લીમડાના પાન નાખીને નહાવામાં આવે તો કેતુ સંબંધિત દોષ દૂર થાય છે. ચાલો જાણીએ લીમડાના ઝાડના આ ઉપાયો વિશે.

પિતૃ દોષમાં રાહત
લીમડાનું ઝાડ ઘરના દક્ષિણ ભાગમાં અથવા પશ્ચિમ ખૂણામાં લગાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડ પર દૈવી શક્તિઓ વાસ હોય છે. લીમડાનું ઝાડ લગાવવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. અને કુંડળીમાં પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

લીમડાના લાકડાની માળા
શાસ્ત્રો અનુસાર શનિ દોષથી મુક્તિ મેળવવા માટે લીમડાના લાકડામાંથી બનેલી માળા પહેરવાથી શનિ દોષથી રાહત મળે છે. સાથે જ શનિની મહાદશાની અશુભ અસર ઓછી થાય છે.

રવિવારે લીમડાને જળ ચઢાવો
એવું માનવામાં આવે છે કે રવિવારે લીમડાના ઝાડને જળ ચઢાવવાથી આરોગ્યનું વરદાન મળે છે. આ સાથે જ કુંડળીમાં અશુભ પરિણામ આપનાર ગ્રહો પણ શાંત થાય છે.

આ દિશા છે શ્રેષ્ઠ 
જો તમે ઘરમાં લીમડાનું ઝાડ લગાવી રહ્યા છો તો તેના માટે દક્ષિણ દિશા પસંદ કરો. તેને મંગળનું સ્વરૂપ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે એક વ્યક્તિએ જીવનમાં એક જ લીંમડાનું વૃક્ષ વાવવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ