ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Water scam in front of VTV's sting operation
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરને પાણી પહોંચાડવાના પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાંથી મળે જ્યારે સામાન્ય જનતાને બેવડો માર પડી રહ્યો છે. એક તરફ તો સામાન્ય લોકોના ટેક્સના નાણાંથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાય જ્યારે તરસી જનતાને પીવાનું પાણી પણ નસીબ થતું નથી. વીટીવીએ જનતાના આ દુશ્મનોને ખુલ્લા પાડવાનું અભિયાન આદર્યું છે, અને ઓપરેશન તરસ તમારી સમક્ષ રજુ કર્યું છે.
ADVERTISEMENT
VTVના કેમેરામાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર કેદ થયા છે જેમણે પૈસા લઈને ખાનગી ઘરોમાં અને ફેક્ટરીઓમાં પાણી મોકલવાનો કાયદેસર ઠેકો લીધો છે. મહાનગરપાલિકાના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી પાણીના ટેંકર નિકળે અને પહોંચી જાય છે ફેક્ટરીઓમાં.
ADVERTISEMENT

વીટીવીના કેમેરામાં એવા પણ દ્રશ્યો કેદ થયા છે કે પાણીનું ટેંકર મહાનગરપાલિકાથી નીકળીને સીધું જ પહોંચી જાય ફેક્ટરી પર. જ્યારે કે તે ટેંકર મહાનગરપાલિકાના એવા વિસ્તારોમાં પહોંચવુ જોઈએ જ્યાં પાણી પહોંચી શકતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ