બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Watch the amazing catch video of IPL 2024 and get lost in thoughts.

MI vs RCB / IPL 2024નો સૌથી બેસ્ટ કેચ, જેને પકડતા જ સ્ટેડિયમમાં સન્નાટો છવાયો, જુઓ વીડિયો

Vidhata

Last Updated: 03:27 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેચ પકડો અને મેચ જીતો કહેવામાં તો આ જ આવે છે ને, પરંતુ જબરદસ્ત કેચ કર્યા પછી પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો ભલે ટીમ મેચ હારી ગઇ પરંતુ, તે કેચની એટલી ચર્ચા થઈ રહી છે કે હવે આઈપીએલ 2024ના તમામ કેચ રીસ ટોપ્લેના કેચ આગળ પાંગળા સાબિત થયા

ચેન્નઈ સુપર કિંગ્સના પથિરાનાનો કેચ જોયો જ હશે. તે પછી, લખનઉ સુપર જાયન્ટ્સના રવિ બિશ્નોઈ દ્વારા લેવાયેલો કેચ પણ યાદ હશે. એમાં કોઈ શંકા નથી કે તે બંને કેચ શાનદાર હતા. પરંતુ, હવે બંને કેચ કરતા એક ગજબ કેચ જોવા મળ્યો છે. આ દાવો અમારો નથી પણ સોશિયલ મીડિયા પરના અંદાજો અને ટ્રેન્ડ્સ અનુસાર, એવું કહી શકાય કે IPL 2024ના તમામ કેચ આની સામે ફિક્કા છે. જો તમે વિલ જેક્સના બોલ પર રીસ ટોપ્લેએ લીધેલો આ કેચ જોઈને ચોંકી જશો.

હવે તમે કહેશો કે આ કેવી રીતે? તો ભાઈ, પહેલા તો જાણી લો કે રીસ ટોપ્લેએ કોનો કેચ પકડ્યો છે? તેણે રોહિત શર્માનો આ કેચ લીધો હતો. આ આશ્ચર્યજનક કેચ છતાં RCB મેચ ન જીતી શક્યું. અહીં સવાલ જીત કે હારનો નથી કે ન તો રોહિત શર્માનો છે પણ હકીકતમાં મામલો એ અજોડ કેચનો છે, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે.

રીસ ટોપ્લેએ રોહિત શર્માનો કેચ પકડ્યો

વિલ જેક્સના બોલ પર રોહિત શર્માના શૉટમાં કોઈ કચાશ ન હતી પણ રીસ ટોપ્લેએ હવામાં જ કેચને લપકી લીધો અને એ પણ આશ્ચર્યજનક રીતે, એક પળ માટે સમગ્ર વાનખેડે સ્ટેડિયમમાં સન્નાટો પ્રસરી ગયો હતો. કેચ કેવી રીતે થયો તેનો કોઈને અંદાજો પણ ન હતો. જુઓ અદભૂત કેચનો વીડિયો - 

વધુ વાંચો : MIની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મેજર ચેન્જ, 3 ટીમોથી આગળ નીકળ્યું મુંબઈ, હવે કાંટે કી ટક્કર

વિલ જેક્સે IPLની પ્રથમ વિકેટ લીધી

રીસ ટોપ્લેનો જબરદસ્ત કેચ રોહિત શર્માને ડગઆઉટમાં લઈ ગયો અને વિલ જેક્સને આઈપીએલમાં તેની પ્રથમ વિકેટ લેવામાં પણ મદદ કરી. ટોપ્લેના આ કેચને આઈપીએલ 2024માં અત્યાર સુધીના શ્રેષ્ઠ કેચમાંથી એક ગણવામાં આવે છે. તે બેસ્ટ કેચ ઓફ ધ ટુર્નામેન્ટ માટે પણ નોમિનેટ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL IPL 2024 Rohit Sharma stunning catch આઇપીએલ આઇપીએલ 2024 કેચ આઉટ ક્રિકેટ કેચ રોહિત શર્મા IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ