બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગની ઘટનાને હજુ 7 જ મહિના થયા, છતાંય બોપલ TRP મોલની એક પણ શોપમાં વેન્ટીલેશન જ નથી
Last Updated: 01:53 PM, 7 November 2024
Bopal TRP Mall : સુરતમાં આગની ઘટના બાદ VTV NEWSએ બોપલ TRP મોલમાં રિયાલીટી ચેક કર્યું હતું. મહત્વનું છે કે, 7 મહિના પહેલા TRP મોલમાં આગ લાગી હતી તો હજી સુધી પણ કોઇ બોધપાઠ ન લીધો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
વાસ્તવમાં VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન TRP મોલમાં એક પણ શૉપમાં વેન્ટીલેશન ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે જો કોઇ ઘટના બને અને આગ લાગે તો ધુમાડો બહાર નિકળે એવી વ્યવસ્થા ન હોવાનું પણ ખૂલ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદના બોપલમાં આવેલ TRP મોલમાં VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, સુરતમાં આગની ઘટના પછી રિયાલીટી ચેક દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. વાસ્તવમાં સાત મહિના પહેલા બહેલી ઘટના બાદ પણ પરિસ્થિતિ એની એજ હોવાનું ખૂલ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પાવાગઢ જતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચી લેજો, 8 નવેમ્બરના રોજ મંદિર આટલો સમય બંધ રખાશે
મહત્વનું છે કે, આ મોલમાં અનેક સ્પા હોટલ અને ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યા છે. આ તરફ મોલમાં એક પણ શોપમાં વેન્ટીલેશન ન હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે જો કોઇ કારણસર આગ લાગે તો ધુમાડો બહાર નીકળે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોના જીવ જોખમાય તો જવાબદાર કોણ ? તે પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.