બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢ જતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચી લેજો, 8 નવેમ્બરના રોજ મંદિર આટલો સમય બંધ રખાશે
Last Updated: 01:32 PM, 7 November 2024
શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27 મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક તસ્કરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થોડા સમય માટે બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી બંધ
જેમાં મંદિર દ્વારા અપાયેલ માહિતી મુજબ મહાકાલી મંદિર આવતીકાલે 8 નવેમ્બર શુક્રવાર ના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થી ઓ માટે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે 27/10 ના રોજ મંદિરના ગર્ભ ગ્રુહમા ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારે આ દરમિયાન શુદ્ધિકરણ વ્યવસ્થિત રીતે થઇ શકે તેને લઇને મંદિરને બંધ કરવામા આવનાર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચોટીલામાં મહંત યુવાનનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગતા ચકચાર, લોખંડથી માર માર્યો

ADVERTISEMENT
તસ્કરની પહેલી ચોરી હતી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરના આ તસ્કરની પહેલી ચોરી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પરંતુ તસ્કર જે રીતે ચોરીને અંજામ આપવાનાં સાધનો સાથે મંદિરમાં ઘૂસ્યો હતો એ જોતા તેને આ ચોરીને અંજામ આપવા માટે પાકી યોજના બનાવી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ વધારે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT