બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલામાં મહંત યુવાનનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગતા ચકચાર, લોખંડથી માર માર્યો
Last Updated: 08:52 PM, 6 November 2024
સુરેન્દ્રનગરના ચોટીલામાં મહંત પરિવારના યુવાનનું 4 શખ્સોએ અપહરણ કરી 10 લાખની ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ છે. ગૌતમગીરી ઉર્ફે ગોપી ગોસાઈનું કારમાં અપહરણ કરી લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.
ADVERTISEMENT
મહંત પરિવારના યુવાનનું અપહરણ
ADVERTISEMENT
ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કેવી રીતે ગોતમગીરીને અમુક શખ્સો માર મારીને કારમાં બેસાડી રહ્યા છે. અપહરણના દ્રશ્યો જોતા જ અમુક લોકો પણ કાર પાસે એકઠા થઈ ગયા હતા. આખરે યુવકને જબરદસ્તી બેસાડીને કાર પૂરપાટ ઝડપે હંકારી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મોટા સમાચાર, બેઠકો માટે રોટેશન જાહેર
4 આરોપીઓએ કારમાં કર્યું અપહરણ
આ મામલે આરોપી યુવરાજ ખાચર, સત્યરાજ ખાચર, હરેશ જળુ અને અજાણ્યા શખ્સનું નામ સામે આપ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને અપહરણકર્તાઓને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. તો બીજીબાજુ પોલીસ સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. જાહેરમાં કોઈ યુવકનું અપહરણ થઈ જાય અને લાખો રૂપિયાની ખંડણી માગવામાં આવે છે ત્યારે પોલીસ હજી સુધી આરોપીઓને કેમ શોધી શકી નથી તે મોટો સવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.