બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Vomiting Tips Vomiting comes while traveling then remove

જાણવા જેવું / Vomiting Tips: મુસાફરી દરમિયાન તમને પણ થાય છે ઉલટી ઉબકા? અપનાવો આ ટિપ્સ

Premal

Last Updated: 12:31 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. ભારતમાં ઘણી એવી સુંદર જગ્યા છે, જ્યાં તમે રોડ ટ્રીપ પર જઇ શકો છો. ઘણા લોકોને કાર અથવા પછી બસથી મુસાફરી કરતી વખતે ઉલ્ટીની સમસ્યા થાય છે. એવામાં આવા વ્યક્તિઓ કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા નથી.

  • શું તમને બસમાં મુસાફરી કરતી વખતે ઉલ્ટી થાય છે?
  • આ ઉપાય કરો, દૂર થશે સમસ્યા
  • આવા વ્યક્તિઓ દૂર કોઈ પણ સ્થળે મુસાફરી કરવાનુ ટાળે છે

મુસાફરી કરતી વખતે છે તમને ઉલ્ટીની સમસ્યા

ઘણા લોકોને કાર અથવા બસથી મુસાફરી કરતી વખતે ઉલ્ટીની સમસ્યા થાય છે. એવામાં તેઓ વધુ દૂર કોઈ પણ જગ્યાએ જતા નથી. તેઓને ટ્રાવેલિંગ પસંદ હોવા છતા તેઓ પોતાના મિત્રો અને પરિવારની સાથે ટ્રીપ્સ પર જતા નથી. ટ્રાવેલ કરતી વખતે ઉલ્ટી થવાની સમસ્યાને મોશન સિકનેસ કહેે છે. આજે અમે તમને કેટલીક એવી પદ્ધતિ વિશે જણાવીશુ. જેને અપનાવીને તમે આ પરેશાનીમાંથી છૂટકારો મેળવી શકો છો. 

મુસાફરી કરતી વખતે આદુનો એક નાનો ટુકડો રાખો

મુસાફરી કરતી વખતે હંમેશા પોતાની સાથે આદુનો એક નાનો ટુકડો રાખો. આદુમાં એન્ટી-એમેટિક ગુણ હોય છે, જે મોશન સિકનેસને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને ઉલ્ટી અથવા પછી ગભરાહટ મહેસૂસ થાય છે તો લીંબુ ખાવો. લીંબુ ખાવાથી ઉલ્ટી થવાની બંધ થાય છે અને ભય ઓછો થાય છે.  

યાત્રા દરમ્યાન વિન્ડો સીટ પર બેસવાની ટેવ પાડો 

તમે જ્યારે પણ કોઈ યાત્રા પર નિકળો તો ઉલ્ટીની દવા કોઈ મેડિકલ સ્ટોર પરથી લઇને ખાઈ લો. ત્યારબાદ પણ પોતાની સાથે એક પોલિથીન બેગ રાખો. જેનો ઉપયોગ તમે અચાનક ઉલ્ટી કરતી વખતે કરી શકો છો. પ્રયાસ કરો કે તમે યાત્રા દરમ્યાન વિન્ડો સીટ પર જ બેસો. બારીની બાજુમાં બેસવાથી તમને તાજી હવા મળશે જેનાથી તમને ભય મહેસૂસ થશે નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ