બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vitthalbhai Patel's resignation after defeat in Bahucharaji APMC elections, know the reason

રાજકારણ / અંતે બહુચરાજી APMC ચૂંટણીમાં હાર બાદ વિઠ્ઠલભાઇ પટેલનું રાજીનામું, જાણો કારણ, એકસમયે સહકારી ક્ષેત્રે હતો દબદબો

Malay

Last Updated: 10:11 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: મહેસાણા જિલ્લામાં દાયકાઓથી સહકારી ક્ષેત્રે દબદબો ધરાવતા વિઠ્ઠલભાઇ પટેલનું જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદેથી રાજીનામું

  • જિલ્લા સહકારી સંઘના ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલનું રાજીનામું
  • નાદુરસ્ત તબિયતનું કારણ આપી રાજીનામું આપ્યું
  • મહેસાણા જિલ્લા સહકારી સંઘમાં છેલ્લા નવ વર્ષથી ચેરમેનપદે હતા

Mehsana News: મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદેથી વિઠ્ઠલભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. બહુચરાજી APMC ચૂંટણીમાં હાર થયા બાદ તેઓએ રાજીનામું ધરી દીધું છે. જોકે, તેઓએ 88 વર્ષની વયે નાદુરસ્ત તબિયતનું કારણ આપી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લામાં દાયકાઓથી સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈ પટેલ દબદબો ધરાવતા હતા. તેઓ મહેસાણા જિલ્લા સહકારી સંઘમાં છેલ્લા નવ વર્ષથી ચેરમેનપદે હતા.

વિઠ્ઠલભાઈ પટેલ (સહકારી અગ્રણી)

ભાજપે વિઠ્ઠલ પટેલને કર્યા સસ્પેન્ડ
બહુચરાજી APMCમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ભાજપે આ ચૂંટણીમાં અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલ દેવગઢને મેન્ડેડ આપ્યું હતું. તો કિરીટ પટેલની સામે મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને પીઢ સહકારી અગ્રણી ગણાતા 88 વર્ષીય વિઠ્ઠલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિઠ્ઠલ પટેલે ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા નાની ગણાતી આ ચૂંટણી મોટી બની ગઈ છે. તો બીજી તરફ ભાજપે વિઠ્ઠલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

વિઠ્ઠલ પટેલની થઈ હતી હાર 
જે બાદ બહુચરાજી એપીએમસીની આ ચૂંટણીમાં વિજય મેળવવા માટે બંને જૂથોએ તનતોડ મહેનત શરૂ કરી હતી. એક તરફ વિઠ્ઠલ પટેલ તો બીજી તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર. આ ચૂંટણી જીતવા ભાજપે આખા તાલુકાના કાર્યકરોને કામે લગાડી દીધા હતા. જે બાદ ચૂંટણીના દિવસે કુલ 269 મતદારોમાંથી 264 લોકોએ મતદાન કર્યું હતું.  બહુચરાજી APMCની પેટાચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધરાવતા કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલ 54 મતથી હારી ગયા હતા. APMCની પેટાચૂંટણીમાં કિરીટ પટેલને 158 મત મળ્યા હતા, જ્યારે વિઠ્ઠલ પટેલને 104 મત મળ્યા હતા.

કિરીટ પટેલ (ભાજપ પ્રેરિત ઉમેદવાર) 

1974થી હતો વિઠ્ઠલભાઈનો દબદબો
આપને જણાવી દઈએ કે, 1974થી બહુચરાજી APMCમાં વિઠ્ઠલભાઈ પટેલ દબદબો હતો. બહુચરાજી એપીએમસીની સ્થાપના કરવામાં આવી તે સમયથી જ બહુચરાજી એપીએમસી પર વિઠ્ઠલભાઈ પટેલનો દબદબો રહ્યો છે. આ વખતની બહુચરાજી એપીએમસીની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં ભાજપનો મેન્ડેડ ધરાવતા કિરીટ પટેલ સામે વિઠ્ઠલભાઈને હારનો સામનો કરવો પડ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ