બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Visiting the families of the students who survived the horrors of Ukraine

VIDEO / યુક્રેનની ભયાવહતા જીરવી ચુકેલા વિધાર્થીઓની પરિવાર સાથેની મુલાકાતથી વલોવાયા હૈયા

Mehul

Last Updated: 11:51 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરીને મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ બાદમાં આમદાવાદ આવી પહોચ્યા.દેશ પરતા આવેલા સ્ટૂડેન્ટસોએ યુક્રેનની ભયાનક સ્થિતીનું કર્યું વર્ણન

  • યુક્રેનથી વિધાર્થીઓની વતન વાપસી 
  • એરપોર્ટ પર સર્જાયા લાગણીસભર દ્રશ્યો
  • સ્ટુડન્ટસની આપવીતી સાંભળી કંપી જશો 

આખરે મિશન ગંગા હેઠળ યુક્રેનામાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરીને મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યારે યુક્રેનમાં ફસાયેલા સો જેટલા ગુજરાતીઓ વતન પરત આવ્યા છે. તેમાથી મોટેભાગેના સ્ટૂડન્ટસ હોવાની વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો.અને એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે દેશ પરતા આવેલા સ્ટૂડેન્ટસોએ યુક્રેનની ભયાનક સ્થિતીનું વર્ણન કર્યુ હતુ. આ છે વતન પરત આવેલા સ્ટુડન્ટસની આપવીતી અને યુદ્ધના રૌદ્ધ સ્વરૂપનું વર્ણન.

યુક્રેનમાં ફસાયેલા સો જેટલા ગુજરાતીઓ વતન પરતા આવ્યા છે. તેમાથી મોટેભાગેના સ્ટૂડન્ટસ હોવાની વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો. અનેક પરિવારજનો પોતાના સંતાનોને હેમખેમ પરત આવેલા જોઈને હાશકારો અનુભવી રહ્યા છે.યુદ્ધ જેવી ભયાનક સ્થિતીમાંથી સહિ સલામત વતન પરત આવતા વિદ્યાર્થીઓ પણ પરિવારજનોને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.ત્યારે યુક્રેન યુદ્ધની ભયાનક સ્થિતીમાંથી બહાર આવી હેમખેમ વતન આવેલા સ્ટૂડેન્ટસએ પણ હાશકારો લેતા ત્યાંની વિષમ સ્થિતીનું વર્ણન કર્યુ હતુ.

 

યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનું અભિયાન હેઠળ 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ દેશ પરત આવ્યા છે...મુંબઈ એરપોર્ટથી વોલ્વો બસમાં વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવમાં આવ્યા હતા જેમાં બરોડાના વિદ્યાર્થીઓએ ઘરે પરત આવતા હાશકારો લીધો હતો,. અને સાથે ત્યાં ફસાયેલા અન્ય ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી હતી. અને તેમને જલ્દીથી ભારત પાછા લાવવામાં આવે તેવી સરકારને વિનંતી પણ કરી હતી. 

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ પરત આવતા તેમના સ્વાગત માટે ગુજરાત સરકારના મંત્રીઓ પણ પહોંચ્યા હતા.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્ણેશ મોદી સહિત અધિકારીઓ એરપોર્ટ પહોંચીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ હતુ. .અને હજુ યુક્રેનામાં અટવાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આશ્વાસન આપ્યું હતુ.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના 600 જેટલા સ્ટૂડેન્ટસમાંથી 100 એક જેટલા જ સ્ટૂડેન્ટ્સ પરત આવ્યા છે.  હજુ પણ બાકી બચેલા સ્ટૂડેન્ટસ કાં તો ઘરમાં છુપાઈ ગયા છે.  તો કેટલાક શેલ્ટરમાં.તો કેટલાક રોમાનિયા જેવા દેશની બોર્ડરે પહોંચ્યા છે. દિવસે દિવસે યુક્રેનમાં સ્થિતી વણસતી જઈ રહી છે. ત્યારે સરકાર ભારતીયોને જલ્દી પરત લાવે તેવી દેશવાસીઓ આશા રાખીને બેઠા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ