બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virender sehwag takes a dig at pakistan team after sri lanka defeat vs new zealand

World Cup 2023 / પાકિસ્તાન જિંદાભાગ...: વીરેન્દ્ર સહેવાગે કરી એવી પોસ્ટ કે ફેન્સને લાગ્યા મરચાં, સોશિયલ મીડિયામાં થઈ ગયું વાયરલ

Manisha Jogi

Last Updated: 03:30 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાને ન્યુઝીલેન્ડ સામે હાર મળ્યા પછી પાકિસ્તાનની વર્લ્ડ કપ 2023 સેમિફાઈનલમાં એન્ટર થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટથી હરાવી દીધું.

  • પાકિસ્તાનની સેમિફાઈનલમાં એન્ટર થવાની સંભાવના ઓછી
  • મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું
  • વીરેન્દ્ર સહેવાગે કરી મજેદાર પોસ્ટ

શ્રીલંકાને ન્યુઝીલેન્ડ સામે હાર મળ્યા પછી પાકિસ્તાનની વર્લ્ડ કપ 2023 સેમિફાઈનલમાં એન્ટર થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને હરાવી દીધું હોતતો પાકિસ્તાન ટીમ માટે સેમિફાઈનલમાં એન્ટર થવાનો રસ્તો ક્લીઅર થઈ ગયો હતો. આ બાબતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ખૂબ જ ખાસ નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે, પાકિસ્તાન જે પણ ટીમને સપોર્ટ કરે છે, તે ટીમ પાકિસ્તાનની જેમ જ રમવા લાગે છે. 

વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટથી હરાવી દીધું. શ્રીલંકાની ટીમે પહેલા બેટીંગ કરીને 46.4 ઓવરમાં 171 રન ફટકારીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમે 23.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ મેળવી લીધો હતો. શાનદાર જીત મેળવ્યા પછી ન્યુઝીલેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. 

પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં એન્ટર થવાનો રસ્તો બંધ થઈ ગયો છે. શ્રીલંકાની ટીમે ન્યુઝીલેન્ડને હરાવી દીધું હોત તો પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં એન્ટર થઈ શકી હતો. પાકિસ્તાને સેમિફાઈનલમાં એન્ટર થવા માટે ઈંગ્લેન્ડને 250થી વધુ રનથી હરાવવાનું રહેશે. 

વીરેન્દ્ર સેહવાગ નિવેદન
વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર નિવેદન આપ્યું છે કે, ‘પાકિસ્તાનની એક ખાસ વાત છે કે, તે જે પણ ટીમને સપોર્ટ કરે છે, તે ટીમ પાકિસ્તાનની જેમ રમવા લાગે છે. સોરી શ્રીલંકા’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ