બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli says no idea how that happened i am really lost for words after ind vs pak t20

IND vs PAK / મને હાર્દિક પંડયાએ ચાલુ મેચમાં કહ્યું કે...: વિરાટ કોહલીએ કર્યો ખુલાસો, આ શબ્દોના કારણે વધ્યો હતો જુસ્સો

Premal

Last Updated: 10:08 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા અને બાબર આજમે મોહમ્મદ નવાજને બોલિંગ આપી. ભારતે અહીંથી રોમાંચક અંદાજમાં છેલ્લી બોલમાં જીત પ્રાપ્ત કરી. વિરાટે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

  • ભારતે રોમાંચક અંદાજમાં છેલ્લી બોલમાં જીત પ્રાપ્ત કરી
  • વિરાટે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા
  • હાર્દિકે કહ્યું હતુ ‘વિશ્વાસ રાખો….’

મેચ વિનર કોહલીએ મેચની દિશા બદલી નાખી 

ભારતે રનચેજમાસ્ટર વિરાટ કોહલીની અત્યાર સુધીની અવિશ્વસનીય ઈનિંગના કારણે પાકિસ્તાન સામે મોટો વિસ્ફોટ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટી 20 વર્લ્ડ કપ 2022ની પોતાની પહેલી સરખામણીએ ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું. 160 રનના લક્ષ્યનો પીછો કરીને ભારતે 31 રન સુધી ચાર વિકેટ ગુમાવી હતી અને ટીમે છેલ્લાં 9 બોલમાં 29 રન બનાવવાના હતા. પરંતુ ભારતના સૌથી મોટા મેચ વિનર કોહલીએ સંયમ રાખીને 82 રનની નોટઆઉટ ઈનિંગ રમી અને ભારતીય ટીમે છેલ્લા બોલે મેચની દિશા બદલી નાખી. વિરાટે આ ઈનિંગને અત્યાર સુધીની પોતાની બેસ્ટ ઈનિંગ જણાવી છે. 

હાર્દિકે કહ્યું હતુ, અમે અંત સુધીમાં વિજય પ્રાપ્ત કરીશું

પૂર્વ ભારતીય કેપ્ટને મેચ બાદ કહ્યું, હું વધારે કશુ કહી શકુ એમ નથી. કારણકે અહીં વધારે બૂમો પડી રહી છે. અહીં અદભૂત વાતાવરણ છે. હાર્દિકે કહ્યું હતુ કે વિશ્વાસ રાખો. અમે અંત સુધી તેને પ્રાપ્ત કરીશુ. કદાચ મારી પાસે કોઈ શબ્દ નથી. નવાજની એક ઓવર બાકી હતી. ભારતે આ જીતની સાથે પાકિસ્તાન પાસેથી પહેલા ટી 20 વર્લ્ડ કપ 2021માં મળેલી 10 વિકેટથી હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા અને બાબર આજમે મોહમ્મદ નવાજને બોલિંગ આપી. ભારતે અહીંથી રોમાંચક અંદાજમાં છેલ્લા બોલે જીત પ્રાપ્ત કરી. વિરાટે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. વિરાટે હાર્દિકની સાથે મળીને પાંચમી વિકેટ માટે 73 બોલમાં 113 રનની શાનદાર શતકીય ભાગીદારી કરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ