બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli has become 3rd batsman who score most odi fifties against australia
Last Updated: 12:23 PM, 23 March 2023
ADVERTISEMENT
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ 2-1થી ગુમાવી પડી, આ સાથે જ ટીમ ઇન્ડિયા આઇસીસી વનડે રેકિંગમાં બીજુ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર 1નો તાજ મેળવવામાં સફળ રહી છે. ત્રીજી વનડેમાં વિરાટ કોહલી ઉપરાંત કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો અને ભારતીય ટીમના મેચમાં 21 રનોથી હાર મળી પરંતુ હાર બાદ પણ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આવો તેના વિશે વિગતે જાણીએ.
વિરાટ કોહલીએ દેખાડ્યો કમાલ
વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાયન ટીમ સામે શરૂઆત કરી અને મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા. તેણે 72 બોલમાં 54 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે તે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા સામે કોહલીની આ 19મી ફિફ્ટી છે. જ્યારે બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં 18 અડધી સદી ફટકારી છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલી હંમેશાથી જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારુ પ્રદર્શન કરતા આવ્યા છે. તેણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ 46 વનડે મેચમાં 2172 રન બનાવ્યા છે. જેમાં 8 સદી અને 19 અડધી સદી સામેલ છે. સચીન તેન્ડુલકરે ઓસ્ટ્રેલિયાની સામે સૌથી વધારે 24 હાફ સદી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ODIમેચોમાં સૌથી વધારે અડધી સદી ફટકારનારા ખેલાડીઓ
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાને મળી હાર
ભારતીય ટીમ પહેલા વનડે મેચમાં 5 વિકેટથી પોતાના નામે કરી હતી. પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમે સિરીઝમાં ધમાકેદાર વાપસી કરીને બીજી અને ત્રીજી વનડે જીતને સિરીઝ પોતાના નામે કરી લીધી. ઓસ્ટ્રેલિયાએ બીજા વનડે 10 વિકેટ અને ત્રીજા વન ડે 21 રનોથી જીતી. ટીમ ઇન્ડિયાના બેટ્સમેને સારી શરુઆત કરી પણ મોટી ઇનિંગ્સ રમી ના શક્યા. વનડે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હાર ટીમ મેનેજમેન્ટની આંખો ખુલવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT