બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli broke the record by scoring fastest13 thousand runs in ODI in only 267 innings

ઈતિહાસ રચ્યો! / ક્રિકેટના કિંગનો જલવો ! વિરાટ કોહલી બન્યો તેર હજારી, તોડ્યો સચિન તેડુંલકરનો મહારેકોર્ડ

Vaidehi

Last Updated: 06:57 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ઈંટરનેશનલ ક્રિકેટમાં 13 હજાર રન પૂર્ણ કરી લીધાં છે. એશિયા કપમાં પાકિસ્તાનની સામે સોમવારે તેમણે સેંચુરી ફટકારી અને ઈતિહાસ રચી દીધો છે.

  • કિંગ વિરાટે રચ્યો મોટો ઈતિહાસ
  • ODIમાં સૌથી તેજ 13000 રન બનાવવાનો બનાવ્યો રેકોર્ડ
  • 267 ઇનિંગ્સમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાનાં કિંગ વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. સોમવારે એશિયા કપનાં સુપર-4 મેચમાં પાકિસ્તાનની સામે વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ્સ રમીને સેંચુરી ફટકારી છે. અને આ સાથે જ વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પૂરાં કરી લીધાં છે. વિરાટ કોહલીએ આ મામલામાં સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધું છે. વિરાટે ઈંટરનેશનલ ક્રિકેટમાં પોતાની 77મી સદી ફટકારી છે.

84 બોલમાં સેંચૂરી પૂરી કરી
પાકિસ્તાનની સામે કોલંબો કે પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સેંચૂરી પૂરી કરી. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 2 છગ્ગાં ફટકાર્યાં. વિરાટે, કે.એલ. રાહુલની સાથે મળીને 200થી વધારે રનોની પાર્ટનરશિપ કરી અને પાકિસ્તાનને સંપૂર્ણપણે બેકફુટમાં ધકેલી દીધું.

સચિનને પણ પાછળ મૂક્યું
વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી તેજ 13000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે હતો. આ બંને પ્લેયર્સની વચ્ચે 54 ઈનિંગ્સનો અંતર છે. વિરાટ કોહલી પહેલાથી જ સૌથી તેજ 10 હજાર, 11 હજાર અને 12 હજાર રન બનાવનારા ખેલાડી છે.

ODIમાં સૌથી તેજ 13 હજાર રનનો રેકોર્ડ (ઈનિંગનાં હિસાબે).

વિરાટ કોહલી- 267 ઇનિંગ્સ
સચિન તેંડુલકર- 321 ઇનિંગ્સ
રિકી પોન્ટિંગ- 341 ઇનિંગ્સ
કુમાર સંગાકારા- 363 ઇનિંગ્સ
સનથ જયસૂર્યા- 416 ઇનિંગ્સ

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન

સચિન તેંડુલકર- 18426 રન
કુમાર સંગાકારા- 14234 રન
રિકી પોન્ટિંગ- 13704 રન
સનથ જયસૂર્યા- 13430 રન
વિરાટ કોહલી- 13000 રન*

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ