ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli became the first batter to cross 2000 runs in calender year for seventh times

ક્રિકેટ / 146 વર્ષમાં જે કોઈ ખેલાડી કરી ન શક્યા, એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું... સાઉથ આફ્રિકામાં બનાવ્યો વર્લ્ડરેકૉર્ડ

Published By: Vaidehi

Last Updated: 07:21 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs SA Test સીરીઝમાં વિરાટ કોહલીએ જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. 146 વર્ષનાં ક્રિકેટ ઈતિહાસમાં કોઈ આવું નથી કરી શક્યું!

ADVERTISEMENT

  • સાઉથ આફ્રીકા ટેસ્ટ સીરીઝમાં ભારતની હાર
  • હાર છતાં કિંગ કોહલીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
  • 146 વર્ષનાં ક્રિકેટ ઈતિહાસમાં તેઓ આવા પહેલાં ખેલાડી બન્યાં

સાઉથ આફ્રીકાની સામે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝની પહેલી મેચ હારી ગઈ. દ્વિતીય ઈનિંગમાં ભારતીય ટીમને 32 રનોથી હાર મળી. હાર મળી હોવા છતાં વિરાટ કોહલીએ આ મેચમાં કંઈક એવું કર્યું કે જે આજ સુધી ક્રિકેટ ઈતિહાસમાં કોઈ નથી કરી શક્યું. 146માં વિરાટ કોહલી પ્રથમ એવા ક્રિકેટર છે કે જેમણે આ રેકોર્ડ બનાવ્યો છે.

કોહલીનો ઐતિહાસિક રેકોર્ડ
સાઉથ આફ્રીકાની સામે વિરાટ કોહલીએ પહેલી ઈનિંગમાં 38 રન બનાવ્યાં હતાં અને બીજી ઈનિંગમાં સૌથી વધુ 76 રન બનાવ્યાં. કોહલીએ આ ઈનિંગ્સની સાથે વર્ષ 2023માં તમામ ફોર્મેટનાં આંકડાઓ જોડીને કુલ 2048 રન બનાવી લીધાં છે. તેમનો સ્ટ્રાઈક રેટ 66 નો રહ્યો છે. પણ આ કોહલીનો રેકોર્ડ નથી. તેમણે સાતમી વખત ઈંટરનેશનલ ક્રિકેટમાં એકવર્ષમાં 2000 રનનો આંકડો પાર કર્યો છે. આવું કરનારા તેઓ દુનિયામાં સૌથી પહેલા બેટર છે. આ પહેલા શ્રીલંકાનાં પૂર્વ વિકેટકીપર બેટર કુમાર સંગકારાનાં નામે 6 વખત આ સ્કોર કરવાનો રેકોર્ડ હતો. જે હવે કિંગ કોહલીનાં નામે છે.

એક વર્ષમાં 2000નો આંકડો પાર
એક કેલેન્ડર યરમાં સૌથી વધુ વખત 2000નો આંકડો પાર કરનારા બેટરમાં વિરાટ અને સંગકારા બાદ સચિન તેંડુલકર, મહેતા જયવર્ધન અને જેક કાલિસનું નામ આવે છે. આ ત્રણેય ખેલાડીઓએ પાંચ-પાંચ વખત આ સ્કોર પાર કર્યો છે.  આ બાદ રિકી પોંટિંગ અને સૌરવ ગાંગુલીએ 4-4 વખત સ્કોર કરનારા ખેલાડીઓ બને છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND vs SA Virat Kohli Record ક્રિકેટ ભારત સાઉથ આફ્રિકા મેચ વિરાટ કોહલી IND vs SA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ