બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Viramgam MLA Hardik Patel and Kinjal Patel's love story

વેલેન્ટાઇન સ્પેશિયલ / હાર્દિક જેલમાં હતો ને વકીલ સાથે પ્રેમ થયો હોવાની ઘરે જાણ કરી, પછી માતા-પિતાએ સંભાળ્યો મોરચો, લવ સ્ટોરીમાં આવ્યો નવો વળાંક

Malay

Last Updated: 01:57 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV ગુજરાતીના ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું પ્રથમ વખત જેલમાં હતો ત્યારે વિચાર આવ્યો કે હવે કિંજલ સાથે લગ્ન કરી લેવા છે. બહેનને મન વાત કહી માતા-પિતા સુધી પહોંચાડી.

 

  • હાર્દિક અને કિંજલની ક્યૂટ લવ સ્ટોરી
  • હું અને કિંજલ એકબીજાની ખૂબ જ કેર કરીએ છીએ: હાર્દિક પટેલ
  • 'તેણે મને રાજનૈતિક અને પરિવારી બંને નિર્ણયોમાં ખૂબ જ સપોર્ટ કર્યો'

આજે વેલેન્ટાઇન ડે.. આમ તો આ દિવસનું આપણી પ્રાચીન ઢબ પ્રમાણે કોઈ મહત્વ નથી પણ હાલનું યુવા કલ્ચર આ દિવસની આખુંય વર્ષ રાહ જોતા હોય.. એ પછી છોકરી હોય કે છોકરો.. ત્યારે આજે પ્રેમને વ્યક્ત કરવાના દિવસે વાત કરવી છે ગુજરાતના રાજકારણને ખૂંદી વળનાર, સત્તા રૂઢ પાર્ટીને લલકાર ફેકી રાજનીતિની પાપા પગલી ભરનાર, પાટીદાર સમાજનો યુવા ચહેરો અને ગુજરાતમાં સૌથી નાની વયમાં વિરમગામથી ભાજપ ધારાસભ્ય બનનાર હાર્દિક પટેલની લવ સ્ટોરીની..

આમ તો હાર્દિક રાજકારણનો ખેલી કહેવાય છે કારણ કે જ્યારથી અનામત આંદોલન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી કાઈ કાચું કાપ્યું નથી. તે પછી કોંગ્રેસમાં જવાની વાત હોય કે પછી ચૂંટણીના થોડા મહિના પહેલા હાથ છોડવાની વાત હોય અને રામસેતુની ખિસકોલી બની ભાજપમાં ભળી જવાનો પ્રસંગ હોય.. જીવનના આવા અનેક ઉતાર ચડાવ વચ્ચે હાર્દિકના મનમાં ક્યાંક કોઈ નાનપણ વસેલુ હતું. પારિવારિક સંબંધ અને બહેનની બહેનપણીને કારણે ઘરમાં આવરો જાવરો થતાં ત્યાંરથી જ એકબીજાને પસંદ કરવા લાગ્યા. જોત જોતાંમાં જેની સાથે હસી મજાક કરતા ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા એ ખબર જ ન રહી. આ ટૂંકી પણ ક્યૂટ લવ સ્ટોરીનું સામેનું પાત્ર છે હાર્દિકની પત્ની એટલે કે કિંજલ..

વૈષ્ણવ પરીખ પરિવારમાંથી છે હાર્દિક પટેલના પત્ની
પ્રથમ તો પરિચય આપતા હાર્દિક કહે છે કે કિંજલ મૂળ વિરમગામની જ છે. તે વૈષ્ણવ પરીખ પરિવારમાંથી આવે છે. તેને બીએ એમએ અને એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે. તેના પિતા વિરમગામ જીઆઈડીસીમાં નાનો વ્યવસાય કરે છે. અને સામાન્ય પરિવારમાંથી આવે છે. કિંજલને પ્રથમ વખત મળવાની વાત પર હાર્દિક જણાવે છે કે હું અને કિંજલ બાળપણ થી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. થોડી થોડી વાતો થતી હતી. જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ વાતો પણ વધતી ગઈ. એક બીજાને અંદરો અંદર પસંદ કરવા લાગ્યા. 

'કિંજલ હોસ્ટેલમાં ભણતી ત્યારે મારે ઘણી વખત ફોનમાં વાત થતી'
હાર્દિક તે સમયની વાતો વાગોળે અને કહે છે કે કિંજલ હોસ્ટેલમાં ભણતી ત્યારે મારે ઘણી વખત ફોનમાં વાત થતી. હસી મજાક અને પ્રેમ ભરી વાતોમાં સમય જતો રહ્યો.. ધીમે ધીમે એકબીજાની સારસંભાળ લેતા થયા અને એ ઘડી આવી હાર્દિક અને કિંજલે પ્રેમનો એકરાર કર્યો

હાર્દિક પટેલે કર્યું હતું પ્રપોઝ 
રાજનીતિમાં પોતાના પક્ષને મજબૂત રીતે મૂકતાં હાર્દિકે પોતાના જીવનના મહત્વના પડાવમાં પણ કઇંક એવો જ નિર્ણય લીધો. બંને વચ્ચે પ્રેમનો ગાઢ સબંધ બંધાઈ ગયો પણ પહેલા પ્રેમને વ્યક્ત કોણ કરે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે હાર્દિકે નક્કી કર્યું કે કિંજલને તેના મનમાં શું છે તે જણાવું પડશે. કિંજલના દિલની વાત પણ બહાર કાઢવી પડશે. એટલે હાર્દિકે પ્રપોઝ કર્યું અને સામેથી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કિંજલે સીધી જ હા ભણી.. 

2012માં શરૂ થઈ હતી લવ સ્ટોરી
આ લવ સ્ટોરી 2012થી શરૂ થઈ જે આશરે 7 વર્ષ સુધી ચાલી, 2014-2015નો એ સમયગાળો હતો જ્યારે હાર્દિક પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો ગુજરાત સહિત દેશભરમાં તેના નામની અને તેના કરેલી માંગોની બુમરાડ મચી હતી. તેજ તોખીલો સ્વભાવ પણ પરિવાર અને કિંજલની વાત આવે ત્યારે તે સમયે પણ નમતું જોખી દેતો.

બહેને માતા-પિતાને કરી હતી વાત 
લવને વ્યક્ત કર્યા બાદ 2012થી લઈને 2015 સુધીમાં હાર્દિક અને કિંજલ મનોમન એકબીજાના થઈ ગયા હતા. બસ રાહ હતી ઘરે જણાવવાની..પણ અનામત આંદોલનમાં થયેલા કેસને કારણે હાર્દિકને જેલમાં જવાનો વારો આવ્યો.. પરિવાર હાર્દિકને લઈ ચિંતાતુર હતો કે આગળ શું થશે. ત્યારે હાર્દિકે જેલમાં બેઠા બેઠા નક્કી કર્યું કે પરિવારના લોકોને થોડી શાંતિ થાય અને વગર જોઈતી ચિંતા ન કરે તે માટે બહેનને કહ્યું કે તે આંદોલન પૂર્ણ થયા બાદ કિંજલ સાથે લગ્ન કરશે. હાર્દિકની બહેને આ વાત ઘરે માતા-પિતાને કરી, પહેલાથી કિંજલને સારી રીતે ઓળખતા હતા તેથી મા-બાપ પણ રાજી થઈ ગયા. હાર્દિક જેલમાં હતો ત્યારે જ કિંજલના ઘરે તેના માતા પિતાએ સગપણ અને લગ્નની વાત નાખી દીધી હતી. સામે કિંજલના પરિવારે પણ હાર્દિક જેલમાં હોવા છતાં આગળની કોઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી..27 જાન્યુઆરી 2019 ના રોજ, હાર્દિક પટેલે તેની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા. કિંજલના પરિવારમાં તેના માતા-પિતા, એક બહેન અને એક ભાઈ છે. 

મુશ્કેલ ઘડીમાં પણ ન છોડ્યો સાથ
લગ્ન જીવન વિશે વાત કરતાં હાર્દિક કહે છે કે કિંજલ મારી ખૂબ જ કેર કરે છે અને મારા વ્યસ્ત કાર્યક્રમમાં પણ અમે એકબીજા માટે પૂરતો સમય કાઢી લઈએ છીએ. કોઈ સમયે ઝઘડો થાય છે પણ શાંતિથી બેસીને તેનો નીવેડો પણ લાવી દઈએ છીએ. હાર્દિકે અનેક એવા કિસ્સા પણ જણાવ્યા જ્યારે કિંજલે અનામત સમયે હાર્દિકને ડગવા ન દીધો દરેક નિર્ણયમાં તેની પડખે રહી..જેલમાં હતો ત્યારે એકબીજા સાથે પત્રમાં વાતો થતી તેનો પણ ઉલ્લેખ કર્યો. અને અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડવાના નિર્ણય હોય કે પછી 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં ભળવાની ઈચ્છા હોય દરેક ક્ષણે કિંજલે પૂરતો સપોર્ટ કર્યો. રાજનૈતિક કાવાદાવામાં હાર્દિકની કથિત સેકસ વીડિયો ક્લિપ પણ જે તે સમયે બહાર આવી હતી. ત્યારે પણ કિંજલે હાર્દિક પર પૂરતો ભરોસો રાખ્યો હતો. પરિવારના પ્રસંગોમાં પણ હાર્દિકની હાજરી ભલે હોય ન હોય કિંજલ બધુ સાચવી લે છે. 

પત્નીની આ ઈચ્છા પૂરી કરવા માંગે છે હાર્દિક પટેલ 
અને કદાચ તેથી હાર્દિક કિંજલની એક ઈચ્છા પૂરી કરવા માંગે છે.. અને તે છે પ્રિ-વેડિંગ.. આ વાતને ભાર પૂર્વક જણાવતા હાર્દિક કહે છે કે કિંજલને મારી સાથે ફોટા પડાવવાનો ખૂબ જ શોખ છે. કારણ કે લગ્ન થયા ત્યારે બંને પરિવારના ફક્ત 50-50 લોકો જ હાજર હતા. અને કોઈ પ્રિ-વેડિંગ ફોટોશુટ કે એવું થયું ન હતું. એટલે તેની સતત ફરિયાદ રહે છે કે તમે બધુ સાદાઈથી પતાવી દીધું. એટલે કિંજલની આ ઈચ્છા પૂરી કરવા હાર્દિકે અત્યારથી નક્કી કરી લીધું છે કે જ્યારે પણ સમય મળશે ત્યારે એક વખત પ્રિ-વેડિંગ કરીશું.

છોકરા-છોકરીએ આ વાત પર આપવું જોઈએ ધ્યાન
એરેન્જ મેરેજ અને લવ મેરેજ વિષે પોતાનો મત વ્યક્ત કરતાં હાર્દિક કહે છે છોકરા છોકરીને જે યોગ્ય લાગે તે કરી શકે છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માતા-પિતા ખુશ રહેવા જોઈએ કોઈ અંગત સ્વાર્થ કે નાની મોટી વાતમાં લગ્ન તૂટી જતાં હોય છે. ત્યારે યુવાનોએ પરિવારની ખુશીને પ્રાધાન્ય આપી બધુ લાંબા સમય સુધી સચવાયેલું રહે તેના પર ધ્યાન આપવું જોઈએ. 

સિમ્પલ છે બંનેની લવ સ્ટોરી 
હાર્દિક હાલ વિરમગામ વિધાનસભાથી ભાજપ ધારાસભ્ય અને અને પત્ની કિંજલ સામાજિક સેવાના હેતુથી એનજીઑ ચલાવે છે જેમાં સ્કૂલના બાળકોને ચોપડા વિતરણ કરવા પાણીના આરઑ પ્લાન્ટ નાખવા અને અન્ય સેવાકીય કાર્યમાં પ્રવૃતિશીલ છે. બંને સમય મળે ત્યારે નાની મોટી ફરવાની ટ્રીપ પણ મારી આવે છે. બંને લવ સ્ટોરી સિમ્પલ છે પણ આજના યુવાનો માટે પ્રેરણારૂપ પણ છે. હેપી વેલેન્ટાઇન ડે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ