બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:06 PM, 4 November 2024
છઠના પર્વ પર ટ્રેનોમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરે જવા માટે ટ્રેનના બાથરૂમમાં બેસીને યાત્રા કરવા મજબૂર છે. આ દરમિયાન એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોનું કહેવું છે કે જુગાડના મામલે ભારતના લોકોનો કોઈ જવાબ જ નથી.
ADVERTISEMENT
વાયરલ વિડીયોમાં જોઈએ શકાય છે કે એક ટ્રેનમાં વધારે સંખ્યામાં લોકો હાજર છે. બધી જ સીટો લગભગ ફૂલ છે અને અમુક લોકો ઊભા છે. આ દરમિયાન એક વ્યક્તિ બે સીટ વચ્ચે દોરડા બાંધી રહ્યો છે, તે આવું એટલા માટે કરી રહ્યો છે, જેથી તે બેસીને કે સૂઈને યાત્રા કરી શકે.
'देसी जुगाड़' से बनाई सीट, ट्रेन में कुछ यूं सफर करने पर मजबूर हैं यात्री।#Train #Railways pic.twitter.com/atK1trPlAo
— बेसिक शिक्षा: सूचना और सामग्री (@Info_4Education) November 4, 2024
ADVERTISEMENT
જુગાડનો વિડીયો વાયરલ
યાત્રીએ બંને સીટો વચ્ચે દોરડું બાંધીને જુગાડથી એક અલગ સીટ તૈયાર કરતો જોઈ શકાય છે. આ વિડીયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે જુગાડના મામલે ભારતના લોકોનો કોઈ જવાબ જ નથી. આ વિડીયો લાખો લોકોએ જોયો છે અને ઘણા લોકોએ રીએક્શન પણ આપ્યું છે.
ADVERTISEMENT
એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતમાં આજના યુવાઓ એટલો આત્મનિર્ભર થઈ ગયો છે એક ટ્રેનમાં બેસવા માટે જાતે જ સીટ બનાવી રહ્યા છે. એક અન્યએ લખ્યું આપણાં દેશમાં રેલ યાત્રી તેજસ્વી તો છે જ પણ સાથે વધારે ક્રિએટિવ અને મહેનતુ પણ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સમોસા માટે સટાસટી, કાર ફૂંકી મારી, ગર્ભવતી મહિલા સાથે પણ મારઝૂડ, વીડિયો વાયરલ
એક અન્ય યૂઝરે લખ્યું છે કે આપણા દેશમાં પ્રતિભાની ખામી નથી. બસ તેમને યોગ્ય દિશા આપવા માટે એક સારી સરકાર જોઈએ. એકે લખ્યું બેચારો શું કરે, ટિકિટ જ એટલી મોંઘી છે. એક અન્ય યૂઝરે લખ્યું કે ટિકિટ મોંઘી છે પણ મળતી તો નથી ને? ટિકિટ મેળવવી પણ એક યુદ્ધ જીતવા સમાન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT