બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:24 PM, 5 August 2023
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર હાલ સાંપ અને ગાયની મિત્રતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બન્ને એક બીજાને પ્રેમથી સ્પર્શી પણ રહ્યો છે. વીડિયો પોસ્ટ કર્યા બાદથી જ સતત વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
3 ઓગસ્ટે ટ્વીટર પર IFS ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વીડિયોને સૌથી પહેલા 25 જુલાઈ 2023એ શેર કરવામાં આવ્યો હતો. યુટ્યુબ પર @kingcobratv3640 નામની એક ચેનલ પર. જે યુટ્યુબ પર સાંપ સાથે જોડાયેલા વીડિયોઝ પોસ્ટ કરે છે. જોકે આ સાંપ પાલતુ છે કે નહીં તે વાતની પુષ્ટી નથી થઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાય અને સાંપ એક-બીજાને પહેલા પ્રેમથી જુએ છે. પહેલા ગાય સાંપને સુંઘે છે. પછી ગાય સાંપની નજીક આવે છે. સાંપ નમે છે. એટલામાં ગાય સાંપના ફનને ચાટવા લાગે છે. સાંપ ફરી ગાયની તરફ જોવા લાગે છે.
વીડિયો પર લોકો આપી રહ્યા અલગ અલગ પ્રતિક્રિયા
વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રકારના કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોએ ગાયને નંદી મહારાજની સાથે જોડવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે લખ્યું, "સાંપ પણ ગૌમાતાનું સન્માન કરે છે." અન્ય એક યુઝરે લખ્યું, "આશ્ચર્યજનક! આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. પરંતુ જ્યાં ગૌમાતા સ્નેહ આપી રહી છે ત્યાં નાગ પણ સન્માન આપી રહ્યો છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.