બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Tech & Auto / violent video uploaded by india youtube community guidelines

વીડિયો / YouTube પર બોગસ, હિંસાત્મક વીડિયો અપલોડ કરવામાં ભારતીયો અવ્વલ

Mehul

Last Updated: 07:54 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેટ, મોબાઇલ કે પછી સોશિયલ મીડિયાના યુઝર્સની વાત આવે ત્યારે ભારતીયો ઘણી બધી રીતે આગળ છે. જોકે હમણા એવી બાબતમાં ભારતીય યુઝર્સ આગળ હોવાનું સામે આવ્યું છે જેના પર આપણે ગૌરવ લઇ શકીએ તેમ નથી. ઉલ્ટાનું આપણા માટે તે શરમજનક પણ છે.

યુટયુબ પર બોગસ, હિંસાત્મક અને અયોગ્ય કહેવાય તેવા વીડિયો અપલોડ કરવામાં ભારતીયો સતત બીજી વખત ટોચ પર છે. આમ તો સોશિયલ મીડિયામાં દરરોજ લાખોની સંખ્યામાં બોગસ, ગેરમાર્ગે દોરતા કે પછી સમાજમાં વિખવાદ ફેલાવતા મેસેજ કે વીડિયો અપલોડ થતા હોય છે. 

યુટ્યુબ પર નિયમોનું ઉલ્લંઘન કરવામાં યુએસ, યુકે, રશિયા અને બ્રાઝિલથી પણ ભારત આગળ છે. આ પહેલા જાન્યુઆરીથી માર્ચ 2019ના ગાળામાં પણ ભારતીયો જ પહેલા નંબરે હતા. આવી સિધ્ધિ દેશ માટે ચિંતાજનક છે. યુટ્યુબ કમ્યુનિટી ગાઇડલાઇન્સના અહેવાલ મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે 1.08 કરોડ વીડિયો શેર કરવામાં આવ્યા છે. ભારતમાંથી સૌથી વધુ બોગસ વીડિયો પોસ્ટ કરાયા હતા. આ પછી યુ.એસ., બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને બ્રિટનનો નંબર આવે છે. 

યુટ્યુબે બ્લોગસ્પોટ પર જણાવ્યું હતું કે લોકોમાં નફરતની ભાવના ફેલાવે તેવા લગભગ દસ લાખ વિડિયો હટાવી દેવાયા છે. જ્યારે આવા વિડિયો અપલોડ કરતી 17 હજારથી વધુ ચેનલ પણ રદ કરવામાં આવી છે. 2019ના બીજા ક્વાર્ટરમાં વિવિધ વીડિયોમાં કરાયેલી  50 કરોડથી વધુ વાંધાજનક કોમેન્ટ ડિલીટ કરાઇ છે. યુ ટ્યુબમાં ઓટોમેટિક સિસ્ટમ દ્વારા વિડિયોને કટાક્ષ, હિંસા, દ્વેષ, વિવાદ વગેરેની કેટેગરીમાં વહેંચી દેવામાં આવે છે. આ સિસ્ટમ યુટ્યુબ પર અયોગ્ય કન્ટેન્ટ હટાવવામાં પણ મદદ કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ