ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / villegaers demand to fill Narmada Nir in Mehsana Chimnabai Lake

મહેસાણા / પીવા અને સિંચાઇનું પાણી ન મળતા 30 ગામના લોકો નિકળી ગયા રસ્તા પર, ચીમનાબાઇ તળાવ ભરવા યોજી મહારેલી

Published By: Mahadev Dave

Last Updated: 11:49 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લામાં પાણી નહીં તો વોટ નહીં આ સૂત્ર સાથે એક કે બે નહીં પરંતુ 30 ગામના લોકો વિરોધમાં નિકળી પડ્યા હતા.

ADVERTISEMENT

  • 30 ગામના લોકોને પીવાના અને સિચાઈના પાણીની પળોઝણ
  • ગ્રામજનોએ સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત 
  • ચુંટણી પહેલા લોકો લડી લેવાના મુડમાં

મહેસાણા જિલ્લાના ખેરાલું અને સતલાસણ તાલુકાના 30 ગામના લોકોને પીવાનું અને સિચાઈના પાણીની પળોઝણ છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામના લોકોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરોઈ યોજનાની નજીક આવેલા આ બંને તાલુકાઓમાં લોકો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની એકપણ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવ્યું હોવાની રાવ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે ચૂંટણી પહેલા બંને તાલુકાના 30 ગામના લોકો લડી લેવાના મુડમાં છે.

ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવા માંગ
બંને તાલુકાના લોકોની આ રેલી સરકારને ચૂંટણી પહેલા જગાડવાનો પ્રયાસ છે. આ તકે લોકોએ જણાવ્યુ હતું કે અમારો અવાજ સાંભળો નહીંતર હવે ચૂંટણીને વાર નથી અને ચૂંટણી આવશે ત્યારે તમારો અવાજ કોઈ નહીં સાંભળે. ગામડાઓમાં મત માટે ઉતરવું મુશ્કેલ બની જશે.સરકાર દ્વારા ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી લોકોએ માંગ ઊઠાવી હતી. આ ઉપરાંત સરકારને જગાડવા માટે ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.

સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી
મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. જેના કારણે જળાશયો છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ભરાયા જ નથી અને ઉનાળો આવતા જ અહીં પાણીને લઈને લોકોની સ્થિતિ કફોળી બની જાય છે. જ્યારે સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી.તેવા ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, લોકોના આ આક્રોશને ઠારવા માટે સરકાર પ્રયાસો કરશે કે કેમ?

સંકળાયેલા મુદ્દાઓ

Chimnabai Lake Mahesana demand મહેસાણા રેલી-સૂત્રોચાર maheshana

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ