બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Vidyut Jamwal broke the silence regarding the Wrestlers Protest

નિવેદન / 'અધિકારીઓ વાત તો સાંભળે છે, પરંતુ...', પહેલવાનોના વિરોધને લઇ વિદ્યુત જામવાલે તોડ્યું મૌન

Megha

Last Updated: 01:10 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યુત જામવાલે જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના પ્રદર્શન પર નિવેદન આપતા કહ્યું છે કે અધિકારીઓ તેની વાત સાંભળી રહ્યા છે પરંતુ આગળ શું? તેઓ તેમની ચિંતાઓ વિશે શું કરી રહ્યા છે?

  • કુસ્તીબાજોના પ્રદર્શન પર વિદ્યુત જામવાલે નિવેદન આપ્યું
  • તેમને જરૂરી મદદ આપવી જોઈએ. 
  • ધિકારીઓ તેની વાત સાંભળી રહ્યા છે પરંતુ આગળ શું?

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ IB-71ને લઈને સતત ચર્ચામાં બનેલ રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જેમાં વિદ્યુત આઈબીના સિનિયર ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જે પાકિસ્તાનમાં ઘૂસીને એક મિશનને અંજામ આપતા જોવા મળશે. વિદ્યુત જામવાલ સહિત તેના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

એવામાં આ બધા દરમિયાન વિદ્યુત જામવાલે જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી ઘણા કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે છેડતી અને ઉત્પીડનનો આરોપ લગાવીને વિરોધ કરી રહ્યા છે. એવામાં હાલ જ જ્યારે વિદ્યુત પોતાની ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યો ત્યારે એ વિષય પર તેને સવાલ પૂછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં વિદ્યુતે કહ્યું હતું કે આ એક મહત્વનો પ્રશ્ન છે. તેઓ આપણા એથલીટ છે અને એ લોકો પરેશાન છે પણ તેઓ પહેલા દેશના નાગરિકો છે. તેમને જરૂરી મદદ આપવી જોઈએ. વિદ્યુત જામવાલ અનુસાર અધિકારીઓ તેની વાત સાંભળી રહ્યા છે પરંતુ આગળ શું? તેઓ તેમની ચિંતાઓ વિશે શું કરી રહ્યા છે? તે પોતે એક એથલીટ છે અને તેને લાગે છે કે ટૂંક સમયમાં તેઓ તેની વાત સાંભળશે અને હવે વસ્તુઓ બદલાશે. તેઓ જે યોગ્ય છે તે કરશે.

જણાવી દઈએ કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા જેવા પ્રખ્યાત કુસ્તીબાજો છેલ્લા બે અઠવાડિયાથી જંતર-મંતર પર ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે તમામ કુસ્તીબાજોએ એવો પણ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે તેમની સાથે ધક્કા-મુક્કી કરી હતી. 23મી એપ્રિલે વિરોધ શરૂ થયો હતો અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અત્યાર સુધી ઘણા સ્ટાર્સ રેસલર્સના પક્ષમાં નિવેદન આપી ચૂક્યા છે પણ હજુ સુધી સરકાર કોઈ નિર્ણય પર પહોંચી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ