બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Video Viral Video Of Blast On Social Media Claims An Attack On Taliban In Panjshir

અફઘાનિસ્તાન / VIDEO : પંજશીરના ડાલામથ્થાએ જોરદાર ધમાકાથી કર્યુ તાલિબાનનું 'સ્વાગત', આતંકીઓના ફૂરચા ઊડી ગયા

Parth

Last Updated: 02:43 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાની ફાઈટર્સ પંજશીર પહોંચ્યા તો છે પરંતુ અહમદ મસૂદની સેનાએ અહીં તેમનું સ્વાગત એક જોરદાર ધમાકા સાથે કર્યુ હતું

  • પંજશીર પ્રાંત પર કબજો કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે તાલિબાની લડાકૂ 
  • પંજશીરનાં 'સિંહ'ના કિલ્લામાં પગ મૂકતાં પણ ધ્રૂજે છે તાલિબાની 
  • આજે સવારે જ 300 તાલિબાનીઓને ઠાર કર્યા હોવાના સમાચાર 
  • સોશ્યલ મીડીયામાં વીડિયો થઈ રહ્યા છે વાયરલ 

અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત હજુ પણ તાલિબાનના હાથથી દૂર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટી સંખ્યામાં તાલિબાનીઓ અહીં પહોંચી રહ્યાં છે જેમનો સામનો અહમદ મસૂદની મોટી સેનાથી થનારો છે. 

સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ધમાકાનો વીડિયો 
કાબૂલ પર કબ્જો મેળવ્યો હોવા છતાં અફઘાનિસ્તાનના પંજશીર પર તાલિબાન હજુ સુધી તેના પર પોતાનો અડ્ડો જમાવવામાં નિષ્ફળ રહ્યું છે. અહીં મુકાબલો અહમદ મસૂદ અને તાલિબાન વચ્ચે છે. સોમવારે ખબર આવી કે આંતકી સમૂહ મોટી સંખ્યામાં પોતાના યોદ્ધાઓને પંજશીરમાં મોકલી રહ્યાં છે. આ વચ્ચે એક એવો વીડિયો સોશ્યલ મીડિયામાં પર શૅર થઈ રહ્યો છે જેમાં તાલિબાનીઓનું સ્વાગત બ્લાસ્ટથી કરવામાં આવ્યું છે.

તાલિબાનીઓનું સ્વાગત જોરદાર ધમાકા સાથે કરાયું 
વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાની ફાઈટર્સ પંજશીર પહોંચ્યા તો છે પરંતુ અહમદ મસૂદની સેનાએ અહીં તેમનું સ્વાગત એક જોરદાર ધમાકા સાથે કર્યુ હતું. આ દાવા સાથે વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

તાલિબાને ભલે આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હોય પરંતુ એક અભેદ્ય કિલ્લો એવો છે જ્યાં તે કબજો કરવાનું સપનામાં પણ વિચારી નથી શકતા. આજથી વીસ વર્ષ પહેલા પણ એજ હાલ હતા અને આજે પણ એ જ હાલ છે. આ અભેદ્ય કિલ્લો છે પંજશીર ખીણ. 

300 તાલિબાની ઠાર 
સમાચાર મળી રહ્યા છે તાલિબાન હવે પંજશીરને કબજે કરવા માટે પ્લાન ઘડી રહ્યું છે અને સેંકડોની સંખ્યામાં લાડાકૂ રવાના થઈ ગયા છે પરંતુ પંજશીરનાં લડાકૂઓ પણ તાલિબાન સામે હાર માનવા માટે તૈયાર નથી. અહીં હાલમાં જ એક જોરદાર હુમલામાં 300 તાલિબાનીઓનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર બગલાન પ્રાંતમાં વિદ્રોહીઓ ઘાત લગાવીને બેઠા હતા અને તે દરમિયાન તાલિબાન લડાકૂઓ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો. જેમાં 300 લડાકૂ માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 

અહેમદ મસૂદે શું કર્યું એલાન? 
પંજશીરનાં અહેમદ મસૂદે કહ્યું તે દેશમાં એક સહિયારી સરકાર ઈચ્છે છે જેમાં તાલિબાની સહિત અન્ય પક્ષની પણ ભાગીદારી હોય. જે માટે તાલિબાન સાથે વાતચીત થવી નક્કી છે. અહેમદ મસૂદે ચેતવણી આપતા કહ્યું કે જો તાલિબાન વાતચીતને રદ્દ કરે છે તો તેની સાથે જંગ નક્કી છે. નોંધનીય છે કે અહેમદ મસૂદ પંજશીરનાં 'સિંહ' ગણાતા અહેમદ શાહ મસૂદનાં દીકરા છે. અહેમદ શાહ મસૂદની વીસ વર્ષ પહેલા તાલિબાને હત્યાઆ કરી હતી અને તે બાદથી તેમનો દીકરો અહેમદ મસૂદ પંજશીરમાં નેતૃત્વ કરી રહ્યો છે. આ આખા વિસ્તારમાં તાલિબાનીઓ પગ મૂકતાં પહેલા પણ દસ વાર વિચાર કરે છે. 

કેમ અહેમદ મસૂદ સામે લડી નથી શકતું તાલિબાન 
પંજશિરનાં કમાન્ડોએ કહ્યું કે તાલિબાન જો અહિયાં આવશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે તાલિબાન સામે લડવા માટે તૈયાર છે. નોંધનીય છે કે તાલિબાન આ વિસ્તારને લઈને ખૂબ જ ચિંતિત છે, અહેમદ શાહ મસૂદ સોવિયેત યુનિયન સામે પણ લડ્યો હતો અને તેને પણ હરાવ્યું હતું. જે બાદથી આ કિલ્લો અભેદ્ય થઈ ગયો. તાલિબાન પ્રયાસ કરી રહ્યું છે કે અહેમદ શાહ મસૂદ પણ ગનીની જેમ જ હાર માની લે. પરિસ્થિતિ એવી છે કે તાલિબાને આ વિસ્તાર જીતવા માટે રશિયાની મદદ માંગવી પડી છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ