બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: Seema haider sent rakhi to PM Narendra Modi, Amit Shah and many more ministers

વાયરલ / VIDEO : 'નરેન્દ્ર ભાઈ મોદીજી, જેમના ખભા પર દેશનો ભાર', PMને રાખડી મોકલાવીને સીમા હૈદરે લખ્યો મેસેજ

Vaidehi

Last Updated: 06:59 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના પ્રેમી માટે પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર હવે સંપૂર્ણપણે હિન્દૂ બની ગઈ છે. હાલમાં રક્ષાબંધનની તૈયારી કરતી સીમાનો વીડિયો વાયરલ થયો છે. જુઓ.

  • પાકિસ્તાનથી ભાગીને આવેલી સીમા ભારતનાં રંગે રંગાઈ
  • હરિયાળી ત્રીજ બાદ રક્ષાબંધનની તૈયારી કરી રહી છે સીમા
  • PM HM સહિત અનેક નેતાઓને મોકલશે રાખડી

પબજી ગેમમાંથી મળેલા પ્રેમ માટે પોતાનું વતન પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા હૈદર હવે સંપૂર્ણપણે હિન્દૂ અને ભારતીય બની ગઈ છે. 15 ઑગસ્ટ, હરિયાળી ત્રીજ વગેરે ઊજવ્યાં બાદ હવે તે રક્ષાબંધનનાં પર્વની તૈયારીમાં લાગી ગઈ છે. સીમા PM મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, RSS પ્રમુખ મોહન ભાગવત અને યૂપીનાં CM યોગી આદિત્યનાથને પોતાના ભાઈ જણાવી રાખડી મોકલવાની તૈયારી કરતી દેખાઈ રહી છે.જુઓ.

સીમાએ નેતાઓને મોકલી રાખડી
સીમાએ PM મોદીને પોતાના ભાઈ જણાવતાં કહ્યું કે,' તે આ બધાં લોકોને રાખડી એટલા માટે મોકલી રહી છે કારણકે એ સૌનાં ખભ્ભા પર દેશનો ભાર છે.' સીમા હૈદરે વીડિયોમાં કહ્યું કે, 'જય શ્રી રામ નરેન્દ્ર મોદીજી, ડો.મોહન ભાગવતજી, રાજનાથસિંહ જી, યોગી આદિત્યનાથજી, અમિત શાહજી, અમે( રાખડી પોસ્ટ કર્યાની પોંચ દેખાડતાં ) આ પોસ્ટ કરી દીધી છે. પહેલાથી જ એટલા માટે પોસ્ટ કરી કારણકે રક્ષાબંધનનાં દિવસે અમારા ભારતનાં પ્રિય ભાઈઓને (રાખડી) મળી જાય જેમના ખભ્ભા પર આ દેશ છે. હું ખુબ ખુશ છું.' 

હરિયાળી ત્રીજની પણ ઊજવણી કરી હતી
સીમા હૈદરે ગ્રીન સાડીમાં ભારતીય અંદાજમાં શિવ ભક્તિ કરતો પોતાનો વીડિયો શેર કર્યો હતો. 15 ઑગસ્ટનાં પતિ સચિનની સાથે ધ્વજવંદન તો કર્યાં જ હતાં પરંતુ હરિયાળી ત્રીજની પણ ઊજવણી કરી હતી. પોતાના 4 બાળકો સાથે વગર કોઈ પાસપોર્ટ-વિઝા ભારતમાં દાખલ થયેલ સીમા હૈદર પોતાને સચીન મીણાની પત્ની જણાવે છે અને કહે છે કે તે હિંદૂ થઈ ચૂકી છે અને અંતિમ શ્વાસ સુધી ભારતમાં રહેવા ઈચ્છે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ