બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Video of youth doing bike stunt in Surat goes viral

સડસડાટ કાર્યવાહી ક્યારે? / સુરતમાં સાપની જેમ રોડ પર બાઈક રેલાવતા શખ્સોનો VIDEO વાયરલ

Vishnu

Last Updated: 11:49 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવારા તત્વો આવા સ્ટંટ કરી રહ્યા છે? પોલીસે કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી

  • સુરતમાં જોખમી રીતે બાઈક ચલાવતા શખ્સોનો વીડિયો વાયરલ
  • ઉધના મગદલ્લા રોડ પર બેફામ હંકારી બાઈક
  • આવા સ્ટંટમેનો ક્યારે દંડાશે ?

જાહેર માર્ગો પર બાઈક ચાલકો દ્વારા સ્ટંટના બનાવ અવાર નવાર સામે આવે છે, સ્ટંટ કરનારા પોતે તો અકસ્માતનો ભોગ બને જ છે સાથે અન્ય વાહનચાલકોને પણ મોતના મુખમાં ધકેલી દે છે, સુરતમાં આવા જ એક બાઈકચાલક દ્વારા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

ટ્રાફિક વચ્ચે સ્ટંટ
સોશિયલ મીડિયા  પર અવાર નવાર બાઈકના સ્ટંટના વીડિયો સામે આવતા રહે છે. આવા  લોકો પર કાનૂની કાર્યવાહી પણ થતી હોય છે પરંતુ , લાગે છે લોકોમાંથી કાયદાનો ભય ખતમ થઈ ગયો છે જાણે કોઈની પડી ન હોય એમ સુરતના ઉધના મગદલ્લા રોડ પર બાઈકચાલકો સડસડાટ રીતે બાઈક હંકારી રહ્યા છે અને સર્પાકાર રીત અન્ય વાહનોની સાઈડો કાપી રહ્યા છે. રોડ પર એક કાર ચાલકે શખ્સોનો વીડિયો કેમેરામાં કેદ કરતાં આવારા સ્ટંટબાઈક ચાલકોની કરતૂતો સામે આવી છે.  ટ્રાફિક વચ્ચે સ્ટંટ કરી તેના જીવ સાથે અન્ય લોકોના જીવ સાથે પણ ચેડાં કર્યા હતા.

આજકાલના યુવકો સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.સોશિયલ મીડિયામાં માત્ર લાઇક્સ મેળવવા માટે કેટલાક યુવકો પોતાનો જીવ તો જોખમમાં મુકે જ છે. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે દરેક સ્ટંટની પાછળ જીવલેણ જોખમ પણ પડછાયાની જેમ રહેલું હોય છે. સુરત પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે. રાત્રે આવારાતત્વો લોકોને હેરાન કરવાના નવા નવા પેંતરા શોધી બાઈકો પર સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે પોલીસ સાથે સાથે માતા પિતાએ પણ જાગવાની જરૂર છે કે પોતાનો દીકરો રાત્રે બાઈક લઈ બહાર જાય પછી કરે છે શું? આ કેસમાં હજુ સુધી બાઈક ચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ હોય તેવી માહિતી મળી નથી. 

VTVગુજરાતીના સળગતા સવાલ

  • રસ્તા પર આવા જોખમી સ્ટંટ કરવા કેટલા યોગ્ય?
  • આવા જોખમી સ્ટંટ કરતા સમયે કોઈને ઈજા પહોંચે તો કોણ જવાબદાર?
  • સ્ટંટની મજામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરો છો?
  • પોલીસે આવા બાઈકચાલકોને પાઠ ક્યારે ભણાવશે?
  • જોખમી સ્ટંટ કરનારા ચાલકોનું લાયસન્સ રદ કેમ નથી કરતાં?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ