બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Video of Pakistani uncle selling womens clothes goes viral

વાયરલ / VIDEO : મહિલાઓના કપડાં વેચતાં પાકિસ્તાની ચાચાએ બોલાવી અંગ્રેજીમાં ધડબડાટી, છોકરીઓ થઈ હસી-હસીને ગાંડી

Kishor

Last Updated: 05:35 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓના કપડા વેચતા કાકાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. અનોખા અંદાજમાં ગ્રાહકોને આકર્ષતા આ કાકાનો વિડીયો પાકિસ્તાનનો હોવાનો દાવો કારાઈ રહ્યો છે.

  • મહિલાઓના કપડા વેચતા કાકાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
  • ગ્રાહકોને આકર્ષવા કાકાનો અલગ જ અંદાજ
  • વીડિયોને 10 મિલિયનથી વધુ વ્યૂઝ અને 5.5 લાખથી વધુ લાઇક્સ મળી

જુદા જુદા શહેરોમાં ભરાતી બજારોમા સ્ટોલધારકો એવી રીતે અવાજ કરીને વસ્તુ વહેંચતા હોય છે કે લોકો વસ્તુ ખરીદવા આકર્ષાતા હોય છે. તેમાં પણ હાલ તો ક્રિએટિવિટી અને રિલ્સ નો જમાનો છે જેના પરિણામે અનેક સેલ્સમેન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં કાચા બદામથી માંડી કબડી વાલા સહિતના ગીતો ગાનારા લોકોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર આવા અનેક લોકો રાતો રાત ફેમસ થઈ ગયા છે.

ગ્રાહકોને પોતાની તરફ લાવવા માટે અલગ જ અંદાજ

હાલની સ્થિતિએ હરીફાઈના આ યુગમાં ગ્રાહકોને આકર્ષવા કોઈ મોટા પડકારથી ઓછું નથી. આવી સ્થિતિમાં લોકો આકર્ષવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કાકાએ ધૂમ મચાવી દીધી છે. આ વિડીયો પાકિસ્તાનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વાયરલ કલીપમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર કાકા મહિલાઓના કપડા વેચતા જોવા મળે છે.તે પણ લોકોની નાડ પારખી ગ્રાહકોને પોતાની તરફ લાવવા માટે અલગ જ અંદાજમાં !

વિડીયોને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા

@penduproduction ઇન્ટાગ્રામ આઈડી પરથી 27 માર્ચના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયોને 10 મિલિયનથી વધુ વ્યૂઝ અને 5.5 લાખથી વધુ લાઈક મળી છે. ગ્રાહકોને આકર્ષવા માટે કાકા વિચિત્ર અવાજ કાઢી રહ્યા છે અને તે મહિલાઓના કપડા વેચે છે. પહેલા તેઓ કોટન કોટન તેવા અવાજ કાઢી અને પછી કમ ઈયર બેબી, સિસ્ટર તેવું કહી રહ્યા છે. તેમની સ્ટાઇલ પણ અલગ જ છે આ વિડીયો ક્લીપ જોઈ અને લોકો પોતાની હશી રોકી શકતા નથી. ઘણા યુઝર્સ કાકાની મહેનતના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકોએ લખ્યું છે કે આ મજાક નથી પેટમાં આગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ