બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / Video of Dubai Sheikh Hamad's 'Bahubali' Hummer goes viral, everything from bedroom to toilet is in it

દુબઈ / VIDEO: શેખ સાહેબે એવી Hummer બનાવડાવી કે ટ્રક નાનો લાગે, અંદર જ વૉશરૂમ-સિંક, કુલ 3000 ગાડીઓનું તો કલેક્શન

Megha

Last Updated: 10:59 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'દુબઈના રેઈન્બો શેખ' તરીકે ઓળખાતા હમદ બિન હમદાન અલ નાહયાનની Hummer કારનો વિડીયો વાયરલ થયો, શેખની Hummer H1 રેગ્યુલર મોડલ કરતા ત્રણ ગણી મોટી છે

  • દુબઈના શેખની કારનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો 
  • શેખની Hummer H1 રેગ્યુલર મોડલ કરતા ત્રણ ગણી મોટી છે 
  • Hummer ને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી

દુબઈના અબજોપતિ શેખનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસિયત શેખ હમાદની હમર કાર છે. ખાસ વાત એ છે કે શેખની આ હમર રેગ્યુલર મોડલ કરતા ઘણી મોટી છે. આ શેખનું આખું નામ શેખ હમદ બિન હમદાન અલ નાહયાન છે અને તે 'દુબઈના રેઈન્બો શેખ' તરીકે પણ ઓળખાય છે. હમાદને ઓટોમોબાઈલનો શોખ છે. હાલ આ વિશાળ હમર H1 'X3' નો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.  'દુબઈના રેઈન્બો શેખને તેમના મનપસંદ વાહનોના સ્કેલ અપ વર્ઝન બનાવવાનો અસાધારણ શોખ છે.

સામાન્ય હમર કરતા ત્રણ ગણી મોટી “X3”
દુબઈના અબજોપતિ શેખ હમાદ બિન હમદાન અલ નાહયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શાહી પરિવારના સભ્ય છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલ એમની હમર H1 'X3' એટલી મોટી છે કે તેની સામે અન્ય કાર અને માણસો વામન દેખાય છે. તેને હમર H1 “X3” નામ આપવામાં આવ્યું છે, જે સામાન્ય હમર કરતા ત્રણ ગણી મોટી છે.  જણાવી દઈએ કે આ હમરની લંબાઈ 14 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5.8 મીટર છે. તેને સામાન્ય કારની જેમ ચલાવી શકાય છે. તેમાં ડીઝલ એન્જિન છે અને 4 વ્હીલ ડ્રાઇવ ફીચર પણ આપવામાં આવ્યું છે. 

કારને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી
આ સાથે જ રસપ્રદ વાત એ છે કે આ કારને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી છે અને તેની અંદર ટોયલેટ અને સિંકની પણ સુવિધા છે. તેમાં બેડરૂમ પણ મળશે. જણાવી દઈએ કે તેમની પાસે લગભગ $20 બિલિયનની નેટવર્થ છે અને તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં ચાર કાર મ્યુઝિયમના માલિક છે. તેના કાર કલેક્શનમાં 'X3' કરતાં પણ વધુ સારા અને મોટા વાહનો છે. આ હમરની સાથે તેની પાસે એક વિશાળ જીપ, એક પાવર વેગન અને અન્ય રહસ્યમય વાહનો પણ છે જેના કારણે તેઓ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. 

શેખ પાસે 3000 વધુ વાહનો છે 
રેઈન્બો શેખના કારના શોખની વાત કરીએ તો તેમની પાસે 3,000થી વધુ વાહનો છે. તેણે અનેક વાહનો પર રેઈન્બોના રંગો દોર્યા છે. તેથી જ તેમને આ નામ આપવામાં આવ્યું છે. વાહનોમાં શેખનો રસ માત્ર હમર કે જીપ પૂરતો સીમિત નથી. તેમની પાસે 4×4 ક્ષમતાવાળા 718 વાહનો છે. આવી કારના સૌથી મોટા કલેક્શન માટે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ