બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Huge drama over Shubman Gill's six, the match stopped for a long time, then a spectator finds and returns the ball
Last Updated: 08:48 PM, 10 March 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. આ સીરિઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે, જો ભારત અંતિમ ટેસ્ટ મેચ જીતી જશે, તો આ સીરિઝ પર ભારત કબ્જો કરી લેશે.
ADVERTISEMENT
શુભમન ગિલે છગ્ગો લગાવ્યા બાદ થયો ડ્રામા
અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ખૂબ જ ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય ટીમ બેટિંગ કરી હતી તે સમયે છેલ્લી ઓવરમાં આ ડ્રામા થયો હતો. નાથન લાયનની બોલિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં શુભમન ગિલે મિડ ઓનની ઉપરથી છગ્ગો ફટકાર્યો. શુભમન ગિલનો આ શોટ એટલો પાવરફુલ હતો કે, આ બોલ સાઈટ સ્ક્રીન પાસેની એક સીટના ખૂણામાં ફસાઈ ગયો હતો.
ADVERTISEMENT
બોલ ના મળતા થયો ડ્રામા
જે લોકો ત્યાં હાજર હતા તેઓ બોલ શોધી રહ્યા હતા, પરંતુ બોલ ના મળવાને કારણે એમ્પાયર મેદાનમાં બોલનો સેટ લઈને આવે છે. એમ્પાયરે નવા બોલથી ક્રિકેટ રમવા માટેનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ એક દર્શકને બોલ મળી જતાં દર્શક તે બોલ મેદાનમાં ફેંકે છે. જૂનો બોલ મળી જતા એમ્પાયર આ જૂના બોલથી જ ક્રિકેટ રમવા માટેનો નિર્ણય કરે છે. આ આખો ડ્રામા ચાલી રહ્યો હતો, ત્યારે મેચ થોડી વાર માટે બંધ રહે છે.
ADVERTISEMENT
ભારત 444 રનથી પાછળ
મેચની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે વિકેટ ગુમાવ્યા વગર 36 રન કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા 17 રન અને શુભમન ગિલ 18 રન કરીને અણનમ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન કર્યા છે, જેથી ભારત ઓસ્ટ્રેલિયા કરતા 444 રનથી પાછળ છે. ઉસ્માન ખ્વાજાએ 180 રન અને કેમરન ગ્રીને 114 રન ફટકાર્યા હતા. ટોડ મર્ફીએ 41 રન અને નાથન લાયને 34 રન કર્યા હતા. ભારત તરફથી અશ્વિને પહેલી ઈનિંગમાં 6 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
શુભમન ગિલને પ્લેઈંગ 11માં સ્થાન
પહેલી બે ટેસ્ટ મેચમાં શુભમન ગિલને પ્લેઈંગ 11માં જગ્યા મળી નહોતી. કે. એલ. રાહુલે ખરાબ પ્રદર્શન કરતા ઈન્દોર ટેસ્ટ મેચ બાદ શુભમન ગિલને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં આવ્યું છે. શુભમન ગિલ આ તકને હાથમાંથી નહીં જવા દે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.